હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે.સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ છે. અમદાવાદના ચાંદખેડામાં સૌથી વધુ ૨ ઈંચ વરસાદ ખાબક્યો તો વાસણા વિસ્તારમાં પોણા ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. ૨ ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી
અમદાવાદના ગૌતમબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી છે. તો શાીનગર અને પાલડી જેવા પોશ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા ઘુંટણસમા પાણી ભરાયા છે. શહેરના પશ્રિમ વિસ્તારની આટલા વરસાદમાં આવી હાલત છે.વાડજ,નિર્ણયનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.વરસાદ આવતા પહેલા આકાશમાં કાળા વાદળો છવાઇ ગયા હતાં અને વિજળીના કડાકા સાથે વરસાદ થયો હતો
અમદાવાદમાં વરસાદના કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.અમદાવાદના એસજી હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો જોવા મળ્યા. જેના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે.તો અનેક વિસ્તારો જળમગ્ન થયા અને ઘુંટણસમા પાણીથી શહેરીજનો પરેશાન થયા છે. તો બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા અને અંડર બ્રિજ બંધ થવાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.હવામાન વિભાગ દ્વારા આજે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી ૭ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ૨૩ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઉતર ગુજરાતના સાંબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં મયમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે ૨૪ ઓગસ્ટે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી અપાઇ છે. ૨૫ ઓગસ્ટે પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ૨૬ ઓગસ્ટે નર્મદા અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે જ્યારે ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. ૨૭-૨૮ ઓગસ્ટના રોજ પાટણ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ સહિત સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. પવનની ગતિ ૩૫ થી ૪૫ કિમી પ્રતિ કલાકની રહેશે જ્યારે ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ધુળિયા પવનો ફૂંકાશે.