અમદાવાદ, ગુજરાતમાં કોઈ જ પ્રકારની આતંકી ઘટના આકાર ન લઈ જાય તે માટે સુરક્ષા એજન્સીઓ તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર બાજનજર રાખી રહી છે. આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર આરટીઓ કચેરીમાં કાશ્મીરી યુવાનોને આર્મીના નામે બોગસ લાયસન્સ ઈશ્યુ કરવાનું મસમોટું કૌભાંડ પકડી પાડી બે લોકોની ધરપકડ કરી છે.દરમિયાન આ કૌભાંડમાં આતંકી સંગઠનની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાશ્મીર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ધવલ અને સંતોષ નામના બે એજન્ટ દ્વારા સુરક્ષાદળોના બોગસ ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ બનાવીને મોકલી આપતા હોવાનો ખુલાસો થયો છે. દરોડો પાડીને ક્રાઈમ બ્રાન્ચે ૬૦૦થી વધુ બોગસ લાયસન્સ કબજે કર્યા છે. આ ઉપરાંત ૪૦૦થી વધુ કેન્ટીન કાર્ડ, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને વાંધાજનક ડોક્યુમેન્ટસ પણ કબજે કરવામાં આવ્યા છે. કાશ્મીરના આતંકી સંગઠનથી પ્રભાવિત ઉરી, અનંતનાગ, બારામુલ્લા અને પુલવામાના જ સંખ્યાબંધ યુવાનોના ગાંધીનગરથી સુરક્ષાદળોના કર્મચારી તરીકેના લાયસન્સ નીકળીગયા છે. આ રેકેટમાં પાકિસ્તાન કે અન્ય કોઈ આતંકી સંગઠનની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાશ્મીર પહોંચી ગઈ છે.
આર્મીના જવાનોને લાયસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ અને કોમ્પ્યુટર ટેસ્ટમાંથી મુક્તિ મળી હોવાથી તેનો લાભ લઈને આ રેકેટ શરૂ કરવામાં આવ્યું હતું. સંતોષ અને ધવલને કાશ્મીરની આયાન ઉમર અને તેના માણસો જે વ્યક્તિનું લાયસન્સ બનાવવાનું હોય તેનો ફોટો અને આધારકાર્ડ મોકલી આપતો હતો જેના આધારે આ બન્ને તે વ્યક્તિનું બોગસ સર્વિસ સર્ટિફિકેટ , ડિફેન્સ મોટર ડ્રાઈવિંગ લાયસન્સ બુક, ક્ધફર્મેશન લેટર અને આર્મીનું કેન્ટીન કાર્ડ તૈયાર કરી નાખતા હતા.અત્યાર સુધીમાં આ બન્નેએ મળીને ૨૦૦૦ જેટલા લાયસન્સ કાઢીને ૪૦ લાખ રૂપિયા સુધીની માતબર કમાણી કરી લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ કૌભાંડમાં આરટીઓ કચેરીના ક્લાર્ક જે જેણે આ વિગતો ચેક કરવાની હોય અને સિસ્ટમમાં અપલોડ કરવાની હોય છે પરંતુ ક્લાર્ક દ્વારા રૂપિયા મેળવી પોતાનો આઈડી-પાસવર્ડ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હિતેશઅને રામસિંગ અને તેના સાથીદારને આપી દેતા હતા. આ ત્રિપૂટી રૂપિયા મળે એટલેત પરંત જ કોઈ પણ ડોક્યુમેન્ટ પર કોઈ પણનો ફોટો સેટ કરી દેતા હતા. દરમિયાન કાશ્મીરી એજન્ટ અશફાક, નઝીર અને વસીમ સ્થાનિક વિસ્તારના લોકોના આર્મીના જવાન તરીકે લાયસન્સ કઢાવી આપવાની કહી તેમની પાસેથી પૈસા પડાવતા હતા.પોલીસે ધવલ અને સંતોષના ઘેર સર્ચ કર્યું ત્યારે આર્મીના સીનિયર અધિકારીઓના ૧૪ સ્ટેમ્પ મળ્યા હતા જે કર્નલ, લેફ. કર્નલ, બટાલિયન ડૉક્ટરના હતા. આ સિક્કા ક્યાં બનાવવામાં આવ્યા તેની તપાસ ચાલી રહી છે.