અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ઠંડી, પારો ૫.૭ ડિગ્રી ગગડ્યો, ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ

ગુજરાતમાં શિયાળો જામ્યો છે.ગુલાબી ઠંડીએ હવે કાતિલ ઠંડીનું સ્વરુપ ધારણ કરી લીધુ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યુ છે. અમદાવાદમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં તાપમાનનો પારો 5.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે.

હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે મુજબ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.અમદાવાદમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે એક સપ્તાહ સુધી અમદાવાદમાં 13-14 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાઈપ્રેસર સિસ્ટમ બગડવાની સાથે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે. બે દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાયો. કચ્છના નલિયામાં ૧૧ ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા. મહેસાણા અને બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ઠંડી જોર પકડી રહી છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર,નલિયામાં ઠંડીનો પારો પહોંચ્યો ૧૧ ડિગ્રીએ,ગાંધીનગરનું તાપમાન પહોંચ્યું ૧૧.૦૫ ડિગ્રીએ,બનાસકાંઠાના ડીસામાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ અને અમદાવાદનું તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું,અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું,ડીસામાં ૧૨.૬, ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું,વડોદરામાં ૧૫, સુરતમાં ૨૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં ૧૩.૪, ભાવનગરમાં ૧૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કેટલીક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ એક થી બે ડીગ્રી તાપમાન વધશે. ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મહિનાના અંતમાં વધુ ઠંડીનો અહેસાસ થશે.

ઉલ્લેખનીય છેકે, ભારતના અન્ય રાજ્યોમાં પણ ઠંડી પોતાનું જોર બતાવી રહી છે. ખાસ કરીને તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કન્યાકુમારી, તિરુનેલવેલી અને તેનકાસીમાં સ્કૂલો અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની હજુ પણ ૭ દિવસ વરસાદની આગાહી કરી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના અન્ય રાજ્યો પર પણ વાતાવરણની દ્રષ્ટિએ વર્તાઈ શકે છે.