અમદાવાદમાં રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે

અમદાવાદ, અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂ થશે. રાજ્યમાં પ્રથમ વખત આજે અમદાવાદ શહેરમાં પાસપોર્ટ વાનને ગુલબાઈ ટેકરા ખાતે આવેલા રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મૂકાશે. અરજદારોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સેવા વાનનો વિકલ્પ આપવામાં આવશે.

પાસપોર્ટ સેવા વાનમાં બે ટેબલો લગાવવામાં આવ્યા છે. આ વાનને એસીથી પણ સજ્જ કરવામાં આવ્યું છે. આ વાનની અંદર બે કોમ્પ્યુટર ચાલી શકે અને બે કર્મીઓ બેસી શકે તેવી વ્યવસ્થાઓથી સજ્જ કરાયું છે. ચંદીગઢ સહિતના ઘણા શહેરોમાં સફળતા મળ્યા બાદ અમદાવાદમાં પણ આ સેવા શરૂર થશે.

આ ર્પ્રોજક્ટને સફળથા મળ્યા બાદ વધુ ૨ વાનને કાર્યરત કરાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સુવિધાને પગલે વધતા વેઈટિંગ પિરિયડમાં ઘટાડો જોવા મળશે અને લોકોને ઘર આંગણે આ વ્યવસ્થા થાય તે માટે તેના સમયાંતરે લોકેશનને બદલવાનું પણ જાણવા મળ્યું છે.