અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનમાંના નામે ડોક્ટર પરિવાર સાથે છેતરપીંડી

અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ડોક્ટર પરિવાર સાથે પ્રિવેડિંગ એક્ઝિબિશનના નામે ઠગાઈ કરવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ મુંબઈની કારા વેડિંગ એક્ઝિબિસન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી હોટેલમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર પરિવારે છ મહિના અગાઉ હોટેલમાં એક્ઝિબિશન રાખ્યું હતું. તેમણે કપડા અને નાણાં માટે એડવાન્સ નામાં પણ ચુકવી દીધા હતા. કપડા અને દાગીના માટે એડવાન્સ રૂપિયા લેવામાં આવ્યા હતા. તે સિવાય જે કપડા પસંદ કરવામાં આવે છે તેના પણ રૂપિયા લેવામાં આવે છે.

જોકે ડોક્ટર પરિવાર પાસેથી એડવાન્સ રૂપિયા લઈને લગ્નના કપડા આપવામાં આવ્યા ન હતા. જેને પગલે ટોક્ડર પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ પ્રકારે આરોપીઓએ હજારો લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શંકાને આધારે તપાસ ચાલી રહી છે.