હાલ જાણે ફેક વસ્તુઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે પોલીસમાં પણ ફેક પોલીસ હોવાની ઘટના સામે આવી છે જીહા આપને જણાવી દઈએ આ ઘટના અમદાવાદની છે જ્યાં પોલીસના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ છે.આ લોકો પોલીસના નામે ડગી કરતા હતા તેમજ લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હતા.આ જાણે એમનું રોજનું કામ બની ગયું હતું,આ લોકો રસ્તા પર વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરતા હતા તેમજ પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવતા હતા.માહિતી અનુસાર આ ગેંગમાં બે શખ્સો ઝડપાયા છે જે એસ.પી રીંગ રોડ પર લૂંટ કરતા હતા.તેમજ ખોટી રીતે લોકોને હેરાન કરતા હતા.
આ બે શખ્સો સામે ફરિયાદ નોધવામાં આવી છે. આ લોકો એસ.પી રીંગ રોડ પર લૂંટ કરતા હતા અને લોકોને પોલીસના નામે છેતરતા હતા. આવીજ એક ફરિયાદ સોલા પોલીસમાં પણ નોધાઇ છે જ્યાં ૩ શખ્સો ખોટી રીતે પૈસાની માંગણી કરી લૂંટ કરતા હતા.આ ત્રણ શખ્સોના નામ અનવારું હલક અંસારી,અમિત ઉર્ફે ભૂરીયો નાગર, અને પીન્ટુ છે જેમની સામે ફરિયાદ નોધવામાં આવી છે.માહિતી અનુસાર ભાડજ સર્કલ પાસે સાતત્ય હાઈટ્સ નજીક ત્રણ લોકો પોલીસની ખોટી ઓળખ આપી વાહન ચાલકોને હેરાન કરતા હતા.એટલુજ નહિ તેમની પાસે પૈસાની માંગણી પણ કેતા હતા અને જો કોઈ પૈસા આપવાની ના પાડે તો ખોટી રીતે પૈસાની માંગણી કરી જેલમાં પૂરી દેવાની ધમકી આપતા હતા. ત્યારે આ આરોપીઓની દાદાગીરી પણ સામે આવી હતી.આ આરોપીઓએ એક વાહન ચાલકને પૈસા ન આપતા લાફો માર્યો હતો.ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસકર્મી એ આ સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.