અમદાવાદ, રાજ્યમાં હાર્ટ એટેકનાં કિસ્સાઓમાં ફરી ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૨૪ કલાકમાં એક મહિલા તેમજ એક પુરૂષનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.જ્યારે અમદાવાદમાં એક પોલીસ કર્મચારીને ચાલુ ફરજ દરમ્યાન હાર્ટ એટેક આવતા તેમનું પણ મોત નિપજ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હદય રોગનાં કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હદયરોગનાં હુમલાઓમાં બાળકો સહિત યુવાનોનાં પણ મોત નિપજી રહ્યા છે. ત્યારે ગત રોજ અમદાવાદ શહેરનાં ખોખરા પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ અને રાઈટર ફરજ બજાવતા અરવિંદ સોલંકી(ઉ.વર્ષ. ૩૩) ને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ખોખરા પોલીસ મથકમાં ફરજ બજાવતો અરવિંદ સોલંકીને એકાએક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ હાજર તબીબ દ્વારા તેઓને તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતા ખોખરા પોલીસ સ્ટેશનનાં કર્મચારીનાં મોતનાં સમાચાર પોલીસ કર્મચારીઓને જાણ થતા સૌ કોઈ શોકાતુર થઈ ગયા હતા.
સુરેન્દ્રનગરનાં લીંબડી શહેરી વિસ્તારમાં ૨૪ કલાકમાં બે હાર્ટ એટેકનાં બનાવમાં એક મહિલા તેમજ એક પુરૂષનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જેમાં લીંબડી શહેરી વિસ્તારમાં છાયાબેન પરમાર (ઉ.વર્ષ. ૪૬) જ્યારે પ્રેમાનેદ પાટડિયા (ઉ.વર્ષ.૭૬) નું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
કોરોનરી આર્ટરી, હદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષક્તત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે. છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે.