અમદાવાદ, અમદાવાદમાં પાલડીમાં બે દિવસ પૂર્વે થયેલી હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે દિવસ પૂર્વે પાલડી ભઠ્ઠા વિસ્તારમાં યુવકની હત્યા થઈ હતી . જેમાં અંગત અદાવતને લઈને કેટલાક શખ્સોએ અલ્પેશ રબારી નામ યુવકના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન અલ્પેશ પર કાર ચડાવીને હત્યા કરવામાં આવી હતી.
જેમાં વિશાલ દેસાઈ સહિત તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇને ઝોન ૭ એલસીબીએ હત્યાના આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ કેસમાં અન્ય કેટલાક આરોપી છે તે અંગે શોધખોળ હાથ ધરી છે. તેમજ સમગ્ર ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.