અમદાવાદમાં માત્ર ૧૫ દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા ૨૮,૦૯૯ કેસ નોંધાયા, રુ. ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલાયો

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે ૩ વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર જવર રહે છે. હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મામલે ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. ૦૧ ઓગસ્ટ ૨૦૨૪ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી કરાયેલી કામગીરી નો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કબુલાત કરી છે.

મહત્વની વાત એ છે કે ૧૫ દિવસમાં પોલીસે ગેરકાયદે પાકગ બદલ ૧૧,૯૭૪ ગુના નોંયા છે. જેની સામે ૬૦.૦૯ લાખનો દંડ વસુલ્યો છે. ગેરકાયદે પાકગ બદલ ૩,૩૩૮ વાહનોને ટો કરવામાં આવ્યા છે. જે બદલ ૨૨,૯૪,૭૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે પૈકી ૨૩૬ ગુના નોંધવામાં આવ્યા છે, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૫ હેઠળ નોંધવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામે ૭૧ ગુના નોંધાયા છે.

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે ૩ વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર જવર રહે છે. હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતુ કે હેલ્મેટ વિનાના લોકોને દંડવવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તેનો શું અર્થ ? હાઈકોર્ટે સમસ્યા અંગે આગામી ૧૫ દિવસમાં ટુ વ્હિલર વાહન ચલાવનાર અને પાછળ બેસનારને બંનેને હેલ્મેટ ફરજિયાત કરવા હુકમ કર્યો હકો. સાથે જ ટ્રાફિક અને રોંગ સાઈડ આવતા વાહનોને કંટ્રોલ કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીનું સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યુ છે.

૧ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓ સામે નોંધેલા કેસ અને દંડ

  1. સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ ૩૩૦૦ કેસ કરવામાં આવ્યા જ્યારે ૧૪,૮૬,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો
  2. રોંગ લેન ડ્રાઇવિંગ બદલ ૨૦ કેસ કરવામાં આવ્યા ૧૦,૦૦૦ નો દંડ
  3. ટુ વ્હીલર પર બેથી વધુ લોકો સામે ૨,૯૩૩ કેસ કરવામાં આવ્યા જે પૈકી ૨,૯૯,૬૦૦ દંડ વસૂલ કરાયો
  4. હેલ્મેટ વિના ૨૮,૦૯૯ કેસ ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલાયો.
  5. નો પાકગ બદલ ૧૫૩૧૨ કેસ જેમાં ૮૩૦૩૭૦૦ દંડ વસૂલ કરાયો
  6. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ ૪૮૬ ગુના ૨,૪૩,૫૦૦ દંડ
  7. રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ ૨૫૪૮ કેસ કરાયા જેમાં ૧૨,૯૩,૫૦૦ નો દંડ વસૂલાયો
  8. દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ ૩૨૪ કેસ ૧૪,૮૧,૦૦૦ નો દંડ વસૂલ કરાયો
  9. ફેન્સી નંબર પ્લેટ બદલ ૨૪૫ કેસ જ્યારે ૮૯૭૦૦ નો દંડ વસૂલાયો
  10. ગાડીમાં ડાર્ક ફિલ્મ ના ઉપયોગ બદલ ૩૭૮ કેસ અને એક વખત ૧,૯૪,૬૦૦ નો દંડ વસૂલાયો
  11. ભયજનક ડ્રાઇવિંગ બદલ ૧૬૮૮ કેસ અને ૩૪ લાખ ૭૬ હજાર નો દંડ વસૂલ કરાયો
  12. ઓવર સ્પીડિંગ બદલ ૪૬૫૨ કેસ અને ૧૦૩૮૭૫૦૦ દંડ વસૂલાયો
  13. રેડ લાઈટ વાયોલેશન બદલ ૩૦,૮૬૮ કેસ ૨૧૨૬૦૭૦૦ દંડ વસૂલાયો