અમદાવાદમાં લૂંટારુઓ બેખોફ બની ગયા છે. તેના પગલેઘરો અને દુકાનોમાં ઘરફોડ ચોરીઓ માઝા મુકી રહી છે.ત્યારે થલતેજ અને આંબાવાડી વિસ્તારને ચોરોએ ટાર્ગેટ બનાવ્યા હતા અને રોકડ લૂંટી લીધી હતી.૨૩ લાખ રોકડ લૂંટી લીધી હતી.તેમજ થલતેજના નિરાંત પાર્કમાં ૧૪.૭૦ લાખની ચોરી કરી હતી. આવી ઘટના થોડા સમય પહેલા રાણીપના ગાયત્રી મંદિર રોડ પર પણ બની હતી જ્યા પંચવટી બંગલોઝમાં પણ ચોરીની ઘટના બની હતી. ત્યારે અમદાવાદના થલતેજ અને આંબાવાડી વિસ્તારમા તસ્કરોએ ચોરી માટે બે મકાનોને નિશાન બનાવ્યા હતા. જ્યાંથી ૨૩ લાખ રોકડ ચોરી કરવામાં આવી હતી તેમજ આંબાવાડીમાં તસ્કરો બેફામ બન્યા હતા. જેમાં બાબત એ છે કે પરિવારના સભ્યો ઘરમા સુતા હતા.જેનો લાભ આ તસ્કરોએ ઉપાડ્યો હતો અને ઘરમાંથી ચોરી કરી હતી. જેની તપાસ હાલ પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. તેમજ નિરાંત પાર્કમાં ૧૪.૭૦ લાખની ચોરી થઇ હતી.
શહેરમા થલતેજમાં આવેલા નિરાંત પાર્કમાં રહેતા વિશ્ર્વાસ દેસાઇએ વાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા રાજેશભાઇએ તેમની મહેસાણા નાગલપુર પાસે આવેલી એક હોટલના કલેક્શનના૧૪.૭૦ લાખ રૂપિયા ઘરમાં મુક્યા હતા. બાદમાં તે ધંધાકીય કામ માટે સુરત ગયા હતા. બુધવારે સવારે વિશ્ર્વાસ અને પરિવારના અન્ય સભ્યો જાગ્યા ત્યારે જોયુ તો એક રૂમની તિજોરી તુટેલી હતી અને તેમાંથી રૂપિયા ૧૪.૭૦ લાખની રોકડ ભરેલી થેલી ગાયબ હતી. ત્યારે થલતેજ અને આંબાવાડીમાં થલતેજના નિરાંત પાર્કમાં ૧૪.૭૦ લાખની ચોરી આંબાવાડીમાંથી ૮ લાખની ચોરી થતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો હતો.