અમદાવાદ,\રાજ્યમાં સતત લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. એક પછી એક સતત ઘટનાઓ બધી રહી છે. ત્યારે આવામાં અમદાવાદમાં ફરી નિવૃત ડે.કમિશનરના ઘરમાં લૂંટારૂ લૂંટના ઈરાદાથી ઘરમાં ઘૂસીને ૫૦ લાખની માંગણી કરી હતી. જો કે, પતિ-પત્નીએ હિંમત દાખવી લૂંટારૂને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, શહેરના આનંદનગરની સ્મિતસાગર સોસાયટીમાં રહેતા નિવૃત ડે.કમિશનરના ઘરમાં લૂંટારૂને ઘુસી આવ્યા હતા અને તેમની પાસેથી ૫૦ લાખની માંગની હતી હતી. જો કે, દંપતીએ હિંમત બતાવી લૂંટારૂને પકડી પાડ્યો અને પોલીસ હવાલે કર્યો હતો.
આ પહેલા વડોદરાના લૂંટ વીથ મર્ડરની ઘટના બની હતી. જેમાં એ ૭૦ વષય વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી અને સોનાના દાગીનાઓની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.