ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં પણ વરસાદ શરૂ થયો છે. અહીંના શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, એસજી હાઈવે, જુહાપુરા, સરખેજ, એરપોર્ટ, પાલડી, આઈટી, ગોતા, સોલા, થલતેજ, ખોખરા, નવા નરોડા, અસારવા, વેજલપુર સહિતના મોટાભાગના વિસ્તારમાં મેઘ મહેર શરૂ થતા રસ્તા પર પાણી ભરાયા હતાં
અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર વરસાદના લીધે ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો બંધ પડી જતાં વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા એક કલાકમાં નરોડા, મેમકો, સૈજપુરમાં ૨ ઈચ, વાડજ, ચાંદખેડા, ઓઢવમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ બંધ કરાયો છે.
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની પધરામણી થઈ છે. વરસાદથી શહેરીજનો વરસાદથી ભીંજાઈ રહ્યા છે. બફારો દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે.