અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગને લઈ EDએ સપાટો બોલાવ્યો છે. EDના અધિકારીઓએ અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ હાથ ધર્યું હતું. જે સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજની સાથે 1.36 કરોડની રોકડ મળી આવી છે. જેમાં 71 લાખનું સોનુ અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે.
પાપ્ત માહિતી મુજબ EDએ આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે.
ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો ફોરેક્સએ માર્કેટ વિનિમય બજાર છે, જેને કરન્સી માર્કેટ પણ કહેતા હોય છે. આ માર્કેટ 24 કલાક ચાલુ રહે છે. જ્યાં એક કરન્સી બીજા અન્ય ટ્રેડમાં કરવામાં આવે છે, જે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં સંયુક્ત પણ ટ્રાન્ઝેકેશન પણ કરતી હોય છે. જ્યાં વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓ વેપાર માટે એકસાથે આવે છે.