અમદાવાદના 5 દિવસીય દીક્ષા મહોત્સવ : 35 દીક્ષાર્થીએ દીક્ષા લીધી, 10 મુમુક્ષુ તો 18 વર્ષથી નીચે.

અમદાવાદના 5 દિવસીય દીક્ષા મહોત્સવના આજે પાંચમાં દિવસે ( 22 એપ્રિલ) એક સાથે 35 દીક્ષાર્થીએ દીક્ષા લીધી છે. આ 35 મુમુક્ષુમાં 10 મુમુક્ષુ તો 18 વર્ષથી નીચેના છે. તો 500 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ભાવેશભાઇ ભંડારી અને તેમના પત્નીએ પણ દીક્ષા લીધી છે. જ્યારે ભાવેશભાઇને દીક્ષાના મહાનાયક આચાર્ય યોગતિલકસુરેશ્વરજી મહારાજા દ્વારા રજોહરણ અર્પણ કરવામાં આવ્યું. તમામ 35 મુમુક્ષુને આચાર્ય ભગવંત દ્વારા રજોહરણ અર્પણ કર્યું, તમામ મુમુક્ષુના ચહેરા પર હરખની હેલી જોવા મળી હતી. દરેક મુમુક્ષુ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કરી રહ્યા હતા. દીક્ષાર્થીઓ દીક્ષા લઈને તેમના ગુરુ ભગવાન પાસેથી આશીર્વાદ મેળવીને પ્રદક્ષિણા કરી હતી. તમામ સાધુએ મુમુક્ષુને અક્ષતથી વધાવ્યાં હતાં. તમામ નૂતન દીક્ષાર્થીએ સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લીધા હતા, ત્યારબાદ તેમના સયંમી નામકરણ થશે.

નૂતન દીક્ષાર્થીઓનો લોચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાળની એક લટ રાખવામાં આવે છે, જેને આચાર્ય ભગવંત ખેંચીને દૂર કરે છે. જેથી સાંસારિક મોહથી દૂર કરવામાં આવે છે. તમામ દીક્ષાર્થીઓએ દર્શનાર્થી અને સાંસારિક પરિવારને વંદન કર્યા હતાં. દીક્ષા સમારોહમાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈન ઉપરાંત નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત પણ દર્શનાર્થે પહોંચ્યા હતાં. તમામ દીક્ષાર્થીઓ ગુરૂ ભગવંતોને ખમાસણ આપ્યા હતા. તમામ 35 દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ આગામી 9 જૂન, 2024ના રોજ જેઠ સુદ ત્રીજના દિવસે અમદાવાદમાં યોજાશે.

ક્રમમુમુક્ષુરત્નનું નામઉંમરમૂળવતનહાલઅભ્યાસ
1સંજયભાઈ માણિકચંદ સાદરિયા56પિંડવાડાસુરત
2જશવંતભાઈ શાંતિલાલ શાહ56ધનારી (રા.જ.)મુંબઈધો. 11
3મુકેશભાઈ શાંતિલાલ શાહ52ધનારી (રા.જ.)અમદાવાદબી. કોમ.
4જગદીશભાઈ મહાસુખલાલ શાહ49રામપુરા (ભોરોલ)સુરતધો.8
5ભાવેશભાઈ ગીરીશભાઈ ભંડારી46હિંમતનગરઅમદાવાદ
6દેવેશકુમારી નંદિષેણભાઈ રાતડિયા25કુવાળાસુરતસેકન્ડ યર બિ. કોમ. અને સી.એ. ઈન્ટરમિડિએટ
7ભવ્યકુમાર મહેન્દ્રકુમારી સિસોદીયા25દાંતરાઈસુરતબી. કોમ.
8તીર્થકુમાર તરુણભાઈ જૈન24નાંદિયા (રા.જ.)અમદાવાદબી. કોમ.
9વિદીતકુમાર સુમેરમલજી મેહતા23હાડેચાનગરમુંબઈ
10સંવેગકુમાર સમીરભાઈ શાહ21પિંડવાડાઅમદાવાદઅન્જિનીયરિંગ થર્ડ યર ડ્રોપઆઉચ
11હિતકુમાર મુકેશભાઈ શાહ18ધનારી(રાજ.)અમદાવાદ
12હિતજ્ઞ કુમાર શ્રેયાંશભાઈ સંઘવી14ભાભરમુંબઈ
13હેતકુમાર મયુરભાઈ શાહ13સુરતસુરતધો. 6
14માન્યકુમાર વિજયભાઈ શાહ12 સાંચોરતીર્થમુંબઈધો. 5
15હેતકુંવર કમલેશભાઈ મુજપુરા11ભાભરભાભરધો. 5
16દીપિકાબેન જશવંતભાઈ શાહ52ધનારી(રાજ.)મુંબઈધો. 12
17બીનાબેન સંજયભાઈ સાદરીયા52 પંડવાડાસુરત
18શિલ્પાબેન જગદીશભાઈ શાહ47 રામપુરા(ભોરોલ)સુરતધો. 6
19મોનિકાબેન મુકેશભાઈ શાહ45ધનારી(રાજ.)અમદાવાદબીએ
20જિનલબેન ભાવેશભાઈ ભંડારી43હિંમતનગરઅમદાવાદ
21હીનલકુમારી સંજયભાઈ જૈન26શિવગંજમુંબઈમાસ્ટર ઈન ડિજિટલ માર્કેટિંગ
22રચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા25શિવગંજમુંબઈથર્ડ યર બી.એ.એફ
23ક્રિષાકુમારી મુકેશભાઈ શાહ22ઘમારી (રાજસ્થાન)અમદાવાદડિપ્લોમા ઈન ઈન્ટિરિયર એન્ડ ગ્રાફિક્સ ડિઝાઈનિંગ
24રિદ્ધિકુમારી નિમિષભાઈ શાહ21બોટાદમુંબઈઘો. 12
25યશ્વીકુમારી કિશોરકુમાર કંકુચોપડા21ગઢસિવાનાસુરતNA
26મોક્ષાકુમારી અરુણભાઈ પાલગોતા20ખંડપહાલોલ
27દિશિતાકુમારી શૈલેન્દ્રભાઈ સંકલેચા20અક્કલકુઆ (મહારાષ્ટ્ર)રાયપુરબી.એ સાઈકોલોજી (પહેલું વર્ષ)
28ઝીલકુમારી જગદીશભાઈ શાહ19રામપુરા (ભોરોલ)સુરતધો. 10
29હીરકુમારી વિકેશભાઈ કંકુચોપડા18ગઢસિવાનાસુરતધો. 10
30અર્પિતાકુમારી અરુણભાઈ પાલગોતા17ખંડપહાલોલ
31સંયમીકુમારી કમલેશભાઈ મુજપુરા17ભાભરભાભરધો. 10
32ક્રિશીકુમારી કિશોરકુમાર કંકુચોપડા16ગઢસિવાનાસુરત
33જૈનીકુમારી ગૌતમકુમાર કોઠારી16નાગફણાહોલોલધો. 10
34ખ્યાતિકુમારી સમીરભાઈ શાહ15પિંડવાડાઅમદાવાદધો. 8
35વૈરાગીકુમારી અલ્પેશભાઈ મુજપુરા15ભાભરસુરતધો. 6

વર્ષ 2021માં સુરતમાં એકસાથે 75 મુમુક્ષુએ દીક્ષા લીધી હતી. એ વખતે સમગ્ર ખર્ચ ભાવેશભાઇએ પોતાના ખભે ઉઠાવ્યો હતો. તદુપરાંત એ વખતે જે સ્થળ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એના મુખ્ય પ્રવેશ દ્વારા પર પોતાના નામની તકતી લગાવવા માટે તેમણે ખૂબ જ મોટી રકમ પણ આપી હતી. સંતાનોએ ભક્તિનો માર્ગ પકડ્યા બાદ હવે બંને પતિ-પત્નીએ પણ દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે 500 કરોડ નેટવર્થ ધરાવતા પરિવારના સાંસારિક ઘર પર હંમેશાં માટે તાળાં લાગી જશે. ભાવેશભાઇની આટલી મોટી સંપત્તિમાંથી મોટા ભાગની સંપત્તિ સેવાના કાર્ય માટે દાન આપવામાં આવશે.

તો બીજી તરફ સુરતના 12 મુમુક્ષુએ દીક્ષા લીધી છે. જેમાંથી એક સુરતનો 25 વર્ષીય યુવક છે. આ યુવક CA ઇન્ટરમીડિયેટ અને ગાયક-સંગીતકાર છે. આ યુવક તેનું સાંસારિક જીવન છોડીને સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યો છે. સુરતમાં રહેતા 25 વર્ષીય દેવેશ રાતડિયાની વાત કરવામાં આવે તો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, એક બહેન, કાકા-કાકી અને તેના બે ભાઈ સાથે વૈભવી જીનવ અત્યારસુધી વિતાવી રહ્યો હતો.

દેવેશ રાતડિયાએ ધોરણ 12 કોમર્સમાં ઉત્તીર્ણ થયા બાદ B.Com.નાં બે વર્ષ કર્યા હતા. આ સાથે તે સીએની પણ પ્રેક્ટિસ કરતો હતો. સીએ ઇન્ટરમીડિયેટ સુધીની પરીક્ષા પણ તેણે પાસ કરી દીધી હતી. આ બધાની વચ્ચે તેને ક્યારેય અભ્યાસમાં હોશિયાર હોવા છતાં મન લાગતું ન હતું. પોતાના સમાજના ધાર્મિક પ્રવચનો અને ધર્મગુરુઓના કાર્યક્રમો વધુ આકર્ષિત કરતા હતા. અભ્યાસની સાથે દેવેશ ક્લાસિકલ સંગીત પણ શીખી રહ્યો હતો. અને તેણે સાત વર્ષ સંગીતનો અભ્યાસ કર્યો હતો. આ સંગીતની અંતિમ વિશારદની પરીક્ષા આપ્યા વગર સંગીત પણ છોડી દીધું હતું. આ સમય દરમિયાન તેની ઉંમર 20 વર્ષની હતી.