અમદાવાદ, અમદાવાદમાં ડેરી અને હોટલ ઉદ્યોગ ગ્રૂપના ૨૦ સ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદની જાણીતી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર આઇટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી હતી.
અમદાવાદમાં ૨૭ માર્ચે ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર આવક વેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. ૭૫થી વધુ અધિકારીઓ આ કામ માટે તપાસમાં જોડાયા હતા. જેમાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બિન-હિસાબી વ્યવહાર સામે આવ્યા છે. સંચાલક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જમીનને લગતા દસ્તાવેજ, કાચી ચિઠ્ઠીઓ, ડાયરી સહિતની વિગતો આઇટી વિભાગને હાથ લાગી છે. ગોપાલ ડેરીના બિનહિસાબી વ્યવહારો તપાસવા ટેકનીશીયન અને નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. ઇક્ધમટેક્સ વિભાગે ૨૦ થી વધુ બેક્ધ એકાઉન્ટ સીઝ કર્યા છે.