અમદાવાદમાં મુખ્યમંત્રીની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

૫ જૂને અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ૩૦ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના ઉમિયા કેમ્પસ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિશન મિલિયન ટ્રીન અંતર્ગત ૩૦ લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, જગદીશ વિશ્ર્વકર્મા, અમદાવાદ મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે આ પ્રસંગે એએમટીએસ ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.