અમદાવાદમાં સીઆઇડી,આઇટીના દરોડા બાદ આંગડિયા પેઢીને એનસીબીની નોટિસ

અમદાવાદ, અમદાવાદ અને સુરતમાં ઓછામાં ઓછી ૧૨ આંગડિયા પેઢીઓ પર સીઆઇડી (ક્રાઈમ અને રેલ્વે) અને આવકવેરા વિભાગના દરોડા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દરોડા પાડ્યા છે. એનસીબીના દિલ્હી યુનિટે એપ્રિલમાં રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં અમદાવાદ સ્થિત આંગડિયા પેઢીને સમન્સ જારી કર્યા હતા.

એનસીબી દિલ્હીના ઈન્સ્પેક્ટર યોગેન્દ્ર સિંહ દ્વારા જારી કરવામાં આવેલ નોટિસમાં લખ્યું છે કે, “૨૭ એપ્રિલના રોજ સિરોહીના કૈલાશ નગરમાં માતર નારી પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્રમાં એનસીબીએ જોધપુર ઝોનલ યુનિટે લોગ્વાટી ગામની જમીનમાં ગુપ્ત પ્રયોગશાળામાંથી ૧૨.૬ કિલો મેફેડ્રોન(ડ્રગ્સ), ૬૦.૭૦ કિગ્રા મેફેડ્રોન (પ્રવાહી) અને ૫૨.૪ કિલો સ્યુડોફેડ્રિન સફળતાપૂર્વક જપ્ત કર્યું છે. સૂત્રો મુજબ, (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ આ કેસના સંબંધમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.”

એચ.એમ. આંગડિયાની ઓફિસની બહાર એનસીબીની નોટિસ જોવા મળી હતી, જેમાં મનોહરલાલ ઐનાનીને ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની માહિતી આપવા છેલ્લાં બે વર્ષના નાણાકીય વર્ષના હિસાબો સાથે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

અમદાવાદના રતનપોળ વિસ્તાર અને સુરતના ભાગલ વિસ્તારમાં સીજી રોડ પર ઇસ્કોન આર્કેડ ખાતે આવેલી આંગડિયા પેઢીની ઓફિસો પર ૯મી મેના રોજ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે, જ્વેલરી અને વિદેશી નાણાં સાથે ૧૮ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.