અમદાવાદમાં ચોકલેટ આપવાના બહાને ૩ બાળકના પિતાએ ૫ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ

અમદાવાદ, અમદાવાદમાં ઉત્તરાયણ તહેવાર પર માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની. ૫ વર્ષની માસૂમ બાળકી પર ૩ બાળકના પિતાએ દુષ્કર્મ આચર્યું. આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી ફસાવી હવસનો શિકાર બનાવી. બાળકીની ગંભીર હાલત બાદ સમગ્ર ઘટના સામે આવી. પરિવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા નરાધમની પોલીસે આરોપીની અટકાયત કરી.

અમદાવાદના ભાડજ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ૫ વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની. માસૂમ બાળકી સાઈટની બાજુમાં આવેલ કોલોનીમાં પોતાના ઘર પાસે મિત્રો સાથે રમતી હતી. ત્યારે એક વ્યક્તિ અચાનક ત્યાં આવી અને બાળકીને ચોકલેટ આપી. ચોકલેટ આપવાના બહાને આ વ્યક્તિ બાળકીને સાઈટ પર અવાવરુ જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના બાદ બાળકી ગંભીર હાલતમાં ઘરે આવતા તેનો પરીવાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો.

હોસ્પિટલના ડોક્ટરને બાળકી પર બળાત્કાર થયો હોવાનું જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું. બાળકીએ સમગ્ર હકીક્ત જણાવતા પરીવારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સોલા પોલીસમાં ફરીયાદ કરી. પોલીસે ગુનાની તપાસ કરતા આરોપીની ધરપકડ કરી. બાળકીના નિવેદનના આધારે પોલીસે બાંધકામ સાઈટ પર કામ કરી રહેલ મજૂરોની ઉલટ તપાસ કરી. જેમાં આરોપીની બાળકીએ ઓળખ કરતા પોલીસે દુષ્કર્મ આચરનાર વ્યક્તિની અટકાયત કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દુષ્કર્મ આચારનાર શખ્સ બાળકીના પરિવારનો પરિચિત હોવાથી બાળકીને તેની સાથે ગઈ હતી. આ શખ્સ ૨૨ વર્ષનો છે અને પોતે ૩ બાળકનો પિતા છે.

૧૫ જાન્યુઆરી વાસી ઉત્તરાયણ તહેવારના દિવસે બાંધકામ સાઈટ પર કામ કરતા શખ્સે બાળકીને ચોકલેટ આપવાના બહાને હવસનો શિકાર બનાવી. ૨૨ વર્ષીય આ શખ્સ બાંધકામ સાઈટ પર કડિયા કામ કરે છે. આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી બળાત્કાર કર્યો. સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. મહિલાઓ અને માસૂમ બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સામાં દિવસેને દિવસે વધી રહ્યા છે. દેશ વિકાસ કરી રહ્યો છે છતાં લોકોમાં હજુ પણ માનસિક વિકાસ નો અભાવ જોવા મળે છે. નાની બાળકીઓ પર થઈ રહેલ દુષ્કર્મના કિસ્સામાં ગુનેગારો આકરી અને ઉદાહરણી સજા મળશે ત્યારે જ આ પ્રકારના ગુનાઓ અટકશે.