અમદાવાદમાં આંગડિયા રેડ પછી પર્દાફાશ: રૂ. ૧,૨૦૦ કરોડ કરોડથી વધુના બેનંબરી નાણાની થઈ હેરફેર

અમદાવાદ, અમદાવાદ પોલીસ રેડ પાડે અને કશું ન મળે તેવું ભાગ્યે જ બને છે. આવું જ અમદાવાદમાં આંગડિયાની પેઢી પર પડેલી રેડમાં થયું છે. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમને આંગડિયા પેઢીને ત્યાં પાડેલા દરોડામાં મળેલા શંકાસ્પદ બેક્ધ ખાતાની તપાસ કરતાં ૧,૨૦૦ કરોડથી વધુ રકમના બેનંબરી નાણાની ફેરફેર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આના પગલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ચોંકી ઉઠ્યું છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે મૂળ તો ક્રિકેટ સટ્ટા રેકેટના મુખ્ય સૂત્રધાર બૂકી અમિત મજીઠિયા અને આર આર આણીના કેસની સઘન તપાસ શરૂ કરી હતી. તેમા કેટલાક શંકાસ્પદ ખાતામાં ૧૮ કરોડ રૂપિયા હોવાની વિગતો મળી હતી.

તેના પછી આંગડિયાના રેડની મળેલી તપાસમાં અન્ય લોકોના ૩૩ શંકાસ્પદ બેક્ધ ખાતા મળ્યા હતા. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ૮૫ બેક્ધ ખાતા થયેલા ટ્રાન્ઝેકશનોની તપાસ શરૂ કરી છે. સીઆઇડી ક્રાઇમ અમદાવાદ ઝોને અમિત મજીઠિયા આણી મંડળી દ્વારા ક્રિકેટ અને શેર ડબ્બા ટ્રેડિંગના કાળા નાણાની હેરાફેરી કરતાં બેક્ધ ખાતા શોયા હતા. આ ખાતાની તપાસ કરતાં ૧,૨૦૦ કરોડ કરતાં વધુ રકમના બેનંબરી નાણાની હેરફેરનો પર્દાફાશ થયો છે. આના પગલે પોલીસે અમિત મજીઠિયા સહિતનાઓ સામે ગુનો દાખલ કર્યો છે.

સીઆઇડી ક્રાઇમે આ જ પ્રકારે બૂકી આર આરની ટોળકી દ્વારા થયેલા કાળા નાણાની હેરાફેરીનો કેસ રાજકોટ ઝોનમાં દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે જુદા-જુદા કેસ દાખલ કર્યા તેમા ક્રિકેટ અને શેર સટ્ટાની રકમનો આંકડો અનેકગણો મોટો છે.