અમદાવાદ,અમદાવાદમાં એસિડ ફેંકનારને આજીવન કેદ ફટકારવામાં આવી છે. મહિલા સહિત ત્રણ લોકો પર તેણે એસિડ ફેંક્યુ હતુ. માધુપુરામાં મકાનને લઈને થયેલી બબાલનો કિસ્સો એસિડ એટેકમાં પરિવર્તીત થયો હતો. આના પગલે એસિડ વેચનાર સામે પણ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદની સેશન્સ કોર્ટે એસિડ ફેંકનાર સામે આકરી કાર્યવાહી કરીને સંદેશ આપ્યો છે કે આ પ્રકારનો ગુનો આચરનારને જરા પણ હળવાશથી નહીં લેવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને સ માજમાં કોઈ સ્થાન નથી. કોઈપણ પ્રકારનો હુમલો કે કાયદાકીય નિયમોના ભંગની કાર્યવાહી ચલાવી નહી લેવાય.