અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. 2022માં પણ 15 કરોડનો આંકડો હતો. 2 વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો છે. આ વર્ષેની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો છે.
અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળે છે. 2023ના વર્ષમા 15.18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. 2023 અને 2022નો દંડ વસુલવાનો આંકડો સરખો હતો, પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્યહિલ ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યું છે.
ક્યાં વર્ષે કેટલો દંડ વસૂલાયો
વ્હીલર | 2022 | 2023 |
ટુ વ્હીલર | 3.61 કરોડ | 4.87 કરોડ |
થ્રિ વ્હીલર | 99 લાખ | 96 લાખ |
ફોર વ્હીલર | 10.61 કરોડ | 8.17 કરોડ |
ભારે વાહનો | 40 લાખ | 1.16 કરોડ |
છેલ્લા એક વર્ષમાં 30 લોકો ભારે વાહનના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવ દરમ્યાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફીક પોલીસે વસુલ કર્યો છે. 2022માં 40 લાખ દંડ જ્યારે 2023ના વર્ષમાં 1.16 કરોડનો દંડ વસુલ કર્યો હતો.
2022માં 15 કરોડ બાદ ફરી 2023માં 15 કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.