
અમદાવાદ, ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતમાં ૪ના મોત થયા છે. જેમાં લગ્નમાંથી પરત ફરતી વેળાએ કાર પલટતા ૪ના મોત થયા છે. ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્ની સહિત ૪ના મોત થતા વાતાવરણ ગમગીન થયુ છે. તેમાં દલવાડી સમાજના બે મહિલા, બે પુરુષના મોત થતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર કાર પલટી ખાતાં ચારના મોત થતા માર્ગ પર ભાયનક માહોલ થયો હતો. હરીપર ગામ નજીક લગ્ન માંથી પરત ફરતા સમયે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. પતિ પત્ની સહિત કુલ ચારના મોત થયા છે. તેમાં કોઈ વાહનની ટક્કરે કાર પલ્ટી મારી ગઇની આશંકા સેવાઇ રહી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી ગુનેગારને પકડવાની તજવીજ શરૂ કરી છે.
અમદાવાદથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે જઈ રહેલા પરિવારની કારનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રામાં ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે લગ્ન પ્રસંગ પતાવીને જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં કારનુ પડિકુ થઇ ગયુ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી, અને ઘાયલોને હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. તથા પરિવારના લોકો પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા છે.