અમદાવાદમાં જોવા મળી વાવાઝોડાની અસર, અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. હાલમાં રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર વાવાઝોડાને લઈને એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓની નજર આ સમયે માત્ર બિપરજોય વાવાઝોડા પર છે.

આ સાથે જ બિપરજોય વાવાઝોડાને અંગે છસ્ઝ્ર એ એલર્ટ જાહેર કર્યું છે. આજથી બે દિવસ સુધી વાવાઝોડાને લઇ અટલ બ્રિજને બંધ કરી દેવાશે. આ સાથે જ અમદાવાદના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. એનો મતલબ એ જ છે કે બિપરજોય વાવાઝોડાની અસર શરૂ થઇ ગઈ છે. કેટલીક જગ્યા એ છૂટો છવાયો તો કયાંક ધોધમાર વરસાદ સવારથી જોવા મળી રહ્યો છે.

આ સાથે જ અમદાવાદમાં વાવાઝોડાની અસરને પગલે મ્યુનિ. એ એક બપોરે ૨ વાગ્યાથી કાંકરિયા અને રિવરફ્રન્ટને બંધ કરવા આદેશ કરાયો છે. એટલે કે અમદાવાદની કાંકરિયા પરિસર, અટલ બ્રિજ, આ જગ્યા પર શનિવાર સવાર સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં સાંજ પછી વાવાઝોડાની અસર જોવા મળી શકે તેમ છે. આ ઉપરાંત ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મનપાએ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. છસ્ઝ્ર કંટ્રોલ રૂમથી સતત ૨૪ કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરી રહી છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ તથા પશ્ર્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં એરપોર્ટ સરદાર નગર, શાહીબાગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ઠેર ઠેર વાદળો ગરજી રહ્યા છે.

પશ્ર્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. એવામાં કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે. બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદના તમામ અંડર બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.