અમદાવાદના જીવન સંધ્યા ધરડાધરમાં : શ્રવણનો સાદ માત પિતાનો નાદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ,

અમદાવાદમાં આવેલા જીવન સંધ્યા ધરડાઘરના લાભાર્થે મૃતકોના સ્મારણાર્થે શ્રવણનો સાદ માતા પિતાનો નાદ કાર્યક્રમનું નવા વર્ષની પૂર્વ સંધ્યા એ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધરડાઘરમાં રહેતા વડીલો તથા આમંત્રિત સભ્યોએ ભાગ લીધો હતો. અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એસોસીએશન(ગુજરાત)ના ચેરમેન વિક્કીભાઇ પટેલ તથા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એસોસીએશન અમદાવાદ)ના શ્રીમતી જયોતીબેન પટેલ જીવન સંધ્યા ધરડાધરના ટ્રસ્ટ્રી શ્રીમતી ડિમ્પલબેન શાહ,ચાદખેડના બજરંગ આશ્રમના મહંત શ્રી સુખાનંદ ગીરીબાપુ વિશેષ તરીકે હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં બ્રહ્યાંણી આર્ટ ઇન્ટરનેશનલ આરટીસ્ટ અરવિંદભાઇ દ્વારા નાઇટ મ્યુઝિકલ પાર્ટીનું નિશુલ્કમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ધરડાધરના લાભાર્થે અને નિકુંજધામવાસી સ્વ.ધૂળીબેન, સ્વ. રણછોડલાલ તેમજ દક્ષાબેન શ્રીમાળીના સ્મરણાર્થે યોજવામાં આવ્યો હતો. શ્રવણનો સાદ માત પિતાનો નાદ શિર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભકતો ગીતો તથા ભજનીક ગીતો વગાડવામાં આવ્યા હતાં.વૈષ્ણવજનતો તેને કહીહીએ જે પીઠ પરાઇ જાણે રે,અને ભુલો બીજુ બધુ મા બાપનો ભુલશો નહીં તે ગીત દરમિયાન હાજર સૌ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.

બ્રહ્યાંણી આર્ટ ઇન્ટરનેશનલ આરટીસ્ટ અરવિંદભાઇએ જણાવ્યું હતું કે જીવતા જાગતા ઇશ્ર્વર એટલે માતા બાપના યત્રરૂપી કોન્સેપ્ટ હેઠળ ૩૦વર્ષથી અહીં નિશુલ્ક કાર્યક્રમ આયોજીત કરી રહ્યો છે.જેમાં દર વર્ષે નવા નવા ગાયકો ભાગ લે છે અને વડીલોનું મનોરંજન પુરૂ પાડે છે જેથી તેમના જીવનમાં આવેલા દુખોને તે બેઘડી ભુલી આનંદીત થાય.