અમદાવાદ,ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૧મી માર્ચથી શરૂ થનારે ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અંતર્ગત રાજ્યના જે જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ જીલ્લાના શહેર અને ગ્રામ્યના ડીઈઓ દ્વારા મંગળવારે બોર્ડ પરીક્ષાને લઈને એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેર અને ગ્રામ્યર સાથે જીલ્લામાં કુલ મળીને ૧.૭૯ લાખર્થી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ શેર્ડ પરીક્ષા આપશે જીલ્લાના ૧૩૭ કેન્દ્રોમાં ૬૧૦ બિલ્ડીંગમાં બોર્ડની પરીક્ષા લેવાશે. આ વર્ષે ધો.૧૦ અને ૧૨ના ૧૨ હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાં ઘટયા છે. શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામા આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા રિસિપ્ટ જાહેર કરાયા બાદે કેટલીક સ્કૂલોએ બાકી ફીને લઈને વિદ્યાર્થીની રિસિપ્ટ રોકી હતી અને શહેરમાં ૬ તથા ગ્રામ્યમાં ૩ સહિત ૯થી વધુ ફરિયાદો ડીઈઓ કચેરીને મળી હતી.
અમદાવાદ ડીઈઓ રોહિત ચૌધરીએ બોર્ડ પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે શહેરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા કુલ ૧૨ ઝોનમાં ૭૦ પરીક્ષા કેન્દ્રોમાં ૩૪૯ બિલ્ડીંગોમાં લેવામા આવશે. અમદાવાદ શહેરમાં ધો.૧૦માં ૭ ઝોન અને ૨૦૨ બિલ્ડીંગો છે. ધો.૧૨ સા.પ્ર.માં પાંચ ઝોનમાં ૧૦૩ બિલ્ડીંગ ધો.૧૨ સાયન્સમાં પાંચ ઝોનમાં ૪૪ બિલ્ડીંગમાં પરીક્ષા લેવાશે. શહેરમાં કુલ ૧૦૧૩૫૨ વિદ્યાર્થી નોંધાયા છે. તમામ ઝોન અધિકારીઓ નિમી દેવાયા છે અને કેન્દ્રમાં તકેદારી સહિતની સૂચનાઓ આપી દેવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કૃપાબેન ઝાએ જણાવ્યું કે ગ્રામ્યમાં કુલ ૮ ઝોનમાં ૬૭ પરીક્ષા કેન્દ્રો છે અને ૨૬૧ સ્કૂલ બિલ્ડીંગો છે. ધો.૧૦માં ચારઝોનમાં ૧૫૧ બિલ્ડીંગ, ધો.૧૨ સા.પ્રમાં ચાર ઝોનમાં ૭૯ બિલ્ડીંગ, ધો.૧૨ વિ.પ્ર.માં ચાર ઝોનમાં ૩૧ બિલ્ડીગમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં કુલ ૭૭૮૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગ્રામ્યમાં પણ ઝોનલ અધિકારીઓ નીમી દેવાયા છે.
શહેર અને ગ્રામ્યના તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા છે અને ૧૦૦ ટકા સીસીટીવી સર્વેલન્સ હેઠળ પરીક્ષા લેવાશે. શહેરમાં કલેકટર દ્વારા મુકાયેલા વર્ગ ૧-૨ના અધિકારીઓની ૨૫ ટીમો અને ગ્રામ્યમાં પણ ૨૫ ટીમો ઉપરાંત સ્થાનિક ડીઈઓ લેવલથી પાંચ-પાંચ ટીમો સાથે ૬૦થી વધુ સ્કવોડ ટીમો મુકાશે. મહત્વનું છે કે આ વર્ષે અમદાવાદ જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ ૧૨ હજાર જેટલા ઘટ્યા છે. ગત વર્ષે શહેરમાં ધો.૧૦ના ૬૪૭૫૨ સા.પ્ર. ૩૮૩૯૧ અને ૧૨ સાયન્સના ૯૪૨૦ સહિત ૧૦૯૨૮૬ વિદ્યાર્થી હતા અને ગ્રામ્યમાં ધો.૧૦ના ૪૭૩૬૯, ૧૨ સા.પ્ર.ના ૨૯૨૮૯ અને ૧૨ સાયન્સના ૬૨૫૫ વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ ઘટતા કેન્દ્ર-સ્કૂલ બિલ્ડીંગની સંખ્યા ઘટી છે.
બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઈજા થાય કે શારીરિક તકલીફ ઉભી થાય તો શહેર ડીઈઓ દ્વારા હેલ્થ સેન્ટરોમાં સારવાર માટે સૂચના અપાઈ છે ત્યારે ગ્રામ્ય ડીઈઓ દ્વારા ગ્રામ્યની ૨૦૦થી વધુ સ્કૂલો બિલ્ડીંગો કે જ્યાં જ્યાં પરીક્ષા લેવાનાર છે ત્યાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઈડ હેલ્થ કિટ મોકલાશે. જીલ્લા પંચાયત તરફથી પુરી પડાયેલી આ કિટમાં ઓઆરએસ-ગ્લુકોઝ, બનગ ટ્યુબ તથા અન્ય જરૂરી દવાઓ સહિતની વસ્તુઓ અપાઈ છે.
આ વર્ષે સોમવારથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષાના આગલા દિવસે રવિવારે રજા છતાં પણ સ્કૂલો ચાલુ રહેશે. રવિવારે બપોર પછી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સ્કૂલ સેન્ટરો પર જઈને પોતાને બેઠક નંબર કયા રૂમ નંબર-બ્લોકમાં છે તે જોઈ શકશે