અમદાવાદ ગ્રામ્ય કણભા પોલીસ મથકના ધાડનાં ગુનામાં નાસતો ફરતો છરછોડા ગામનો યુવક દાહોદ પોલીસના હાથે ઝડપાયો

ગરબાડા, દાહોદના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ એસ.પી. એ એલસીબી ટીમને જરૂરી સુચના આપી હતી. તેમજ એલ.સી.બી. ટીમે જરૂરી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ મથકના ધાડના ગુનામાં તથા જીપીઍક્ટ મુજબના નાસ્તો ફરતો આરોપી ગરબાડા તાલુકાના છરસોડા ગામનો પ્રકાશ ગલીયા ભાભોરને વોચ ગોઠવી પકડી પાડ્યો હતો અને જરૂરી કાર્યવાહી માટે અમદાવાદના ગ્રામ્ય કણભા પોલીસ મથકે સોપવાની તજવીજ હાથ ધરી હતી.