અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ, વિઝિબિલિટી ઝીરો થતા વાહન ચાલકોને હાલાકી

અમદાવાદ,

રાજ્યમાં ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. જેને પગલે વાહનચાલકોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. તો આ તરફ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પણ ભારે ઘુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. ભારે ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો થઈ છે. જેના લીધે વાહનચાલકોને વાહનની લાઈટ ચાલુ રાખી સાવધાની પૂર્વક ડ્રાઈવિંગ કરવા સૂચના અપાઈ રહી છે. તો બીજી તરફ વિઝિબિલિટી ઝીરો થતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને સમસયર ગંતવ્ય સ્થળ પર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.

અમદાવાદના એસજી હાઇવે, ગોતા, વંદેમાતરમ અને રાણીપ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. વહેલી સવારથી રસ્તા પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. વાહનચાલકોને પાકગ લાઈટના સહારે વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, ગઈકાલથી સર્જાયેલા વાતાવરણના પલટા બાદ મોડી રાતથી ગાઢ ધુમ્મસના પગલે અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાયું છે. મહત્વનું છે કે, લો વિઝિબિલિટીની અસર ફલાઇટ્ પર જોવા મળી છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ આવતી કેટલીક ફલાઇટ મોડી પડી છે.