અમદાવાદ: શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. ગુનાખોરો અને ગુનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સ્યુસાઈડ કે પછી કોઈ અગમ્ય કારણોસર લીધેલા અંતિમ પગલાં જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના અનુશ્રી ફ્લેટમાંથી મળ્યા મૃતદેહ મળી આવ્યા છે. ફ્લેટમાંથી દંપતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ અંગે બનાવની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો જોઈએ તો, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ઈશ્વર ભુવન નજીક આવેલા અનુશ્રી ફ્લેટમાંથી દંપતીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે. ફ્લેટમાંથી દંપતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ભારે કુતુહુલ સર્જાયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતી મુળ નેપાળના રહેવાસી હતા અને તેમના પતિનું નામ ગણેશ બસનેત અને પત્નીનું નામ સુમી બસનેત સામે આવી રહ્યું છે. આ દંપતિ છેલ્લા ચાર માસથી ઘર કામ અને સિક્યુરિટી કરી રહ્યા હતા.
આ બનાવની જાણ તરત જ પોલીસને કરતા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.હાલ તો આ મામલે હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ તપાસ કરી રહી છે અને હત્યા છે કે આત્મહત્યા કે પછી લૂંટફાટ તે અંગે તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી કઈ પણ કહેવું મુશ્કેલ છે.
મહત્વનું છે કે હાલ તો હજુ સુધી આ નેપાળી દંપતીનું મૃત્યુ કઈ રીતે થયું તેનું કારણ અકબંધ છે. પોલીસ CCTVના આધારે તપાસ કરી રહી છે. અનુશ્રી ફ્લેટ અને સોસાયટીના CCTV પણ ચકાસવામાં આવી રહ્યાં છે.