કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદના સિંધુભવન રોડ પર થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પાર્કંનું નિરીક્ષણ પણ કર્યું છે. અમદાવાદમાં ૧ હજાર કરોડની વિકાસ ભેટ આપી છે. અમિત શાહે જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યુ કે પરિવારના સભ્યો જેટલો વૃક્ષનો ઉછેર કરવો જોઈએ.આ વૃક્ષો તમે તમારી આસપાસના વિસ્તારોમાં ઉગાડી શકો છો.
આપણા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતા એસી, વાહનનો કે અન્ય વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને નિયંત્રણ લાવવા માટે વૃક્ષને ઉગાડવા જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું અમદાવાદને ઝૂંપડપટ્ટી મુક્ત, ધુમાડા વગરનું શહેર , દરેક પરિવાર પાસે આરોગ્ય કાર્ડ વાળુ શહેર તેમજ દરેક ઘરમાં શૌચાલયવાળુ શહેર બનાવવાની વાત કરી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સતત વિકાસ કાર્યો થઈ રહ્યાં છે. સ્વચ્છતાને જોડતા, આરોગ્યલક્ષી , બાળકોને ફાયદાકારક , ઑક્સિજન પાર્ક સહિતના કાર્યો કર્યા છે. ઓક્સિજન પાર્કમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, આઉટડોર જિમ, ડાયનેમિક પેવેલિયન, શાંત યોગસ્થળ જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. ૩૦ લાખ વૃક્ષ કોર્પોરેશ દ્વારા ઉગાડવામાં આવ્યા છે.
દરમિયાન અમિત શાહની હાજરીમાં આજે ૨૨ પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિક્તા મળવાની છે. પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવેલા લોકોને અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં નાગરિક્તા આપવામાં આવી છે
અમિત શાહની હાજરીમાં આજે ૨૨ પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિક્તા મળી છે. પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવેલા લોકોને અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલની હાજરીમાં નાગરિક્તા આપવામાં આવી છે . આ તમામ લોકોને સીએએ અંતર્ગત ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. ૨૮ વર્ષ પહેલા બોર્ડર પાર કરી આ તમામ લોકો ગુજરાત આવ્યા હતા. વર્તમાન સમયમાં સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સડલા ગામે વસવાટ કરી રહ્યાં છે.