અમદાવાદ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે. ધાક ધમકીઓ અને મારા મારીના ગુનાઓ સામે આવી રહ્યા છે. આવી જ રીતે એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાર યુવકો દ્વારા એક યુવકને બેરહેમ માર મારવામાં આવી રહ્યો છે. અંગત અદાવતને લઈ યુવકનું અપહરણ કરીને તેને માર માર્યો હોવાની ઘટના હોવાનું સામે આવ્યું છે.જે અંગે રામોલ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આરોપી ૨ યુવકનો પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્ય બે આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદના રામોલમાં સંદીપ ચૌહાણ નામનો યુવક બે દિવસ પહેલા રાત્રે પોતાના ઘરે હતો. ત્યારે ચાર જેટલા સખશો તેમના ઘરે આવી સંદીપ ચૌહાણનું અપહરણ કરી તેને કારમાં લઈ જઈ અને માર મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. જે બાદ તેને રામોલ પોલીસ સ્ટેશન નજીક ફેંકી ચાર લોકો ફરાર થઈ ગયા હતા. રામોલમાં રહેતા દીપક ચૌહાણના ભાઈ નિરજ અને સંદીપનો ઝગડો સંગ્રામસિંહ સિકરવાર અને તેના સાગરીતો ગૌરવસિંહ ચૌહાણ, રવિસિંહ ઠાકોર અને કાતક પાંડે ઉર્ફે બાબલા સાથે થયો હતો.
જેની અદાવત રાખી ચારે આરોપીઓ ઘરમાં ઘૂસી સંદીપનું અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સંદીપ ચૌહાણના પરિવારને થતા સંદીપ ચૌહાણને એલજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ તપાસ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રામોલ વિસ્તારના ચાર સામાજિક તત્વો સંગ્રામસિંહ સિકરવાર, ગૌરવ ચૌહાણ, રવિ ઠાકોર અને કાતક પાંડે છે. આ ચારેય આરોપીઓમાંથી બે આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે સંગ્રામ સિકરવાર અને કાતક પાંડેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય પૈકી સંગ્રામ સીકરવાર નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આરોપી સંગ્રામ સિવિલ વર્ષ ૨૦૨૨ માં એક યુવકની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે માટે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. સમગ્ર કેસમાં પૈસાની લેતીદેતીમાં મામલે બુલેટ પર જઈને યુવકને ગાડીથી કચડી હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. આરોપી સંગ્રામસિંહ એ સામાન્ય બોલાચાલીમાં સંદીપનું પણ અપહરણ કરી તેને માર મારી એક ડરનો માહોલ ઉભો કર્યો હતો.
હત્યા કેસમાં સજા કાપી રહેલા સંગ્રામ સિંહ તાજેતરમાં જેલમાંથી પેરોલ પર છૂટ્યો હતો. તેણે રામોલ વિસ્તારમાં ફરીથી કાયદો હાથમાં લઇ પોતાની ધાક ખૂબ જ જમાવી રાખવા અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે તેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે પકડાયેલા બે આરોપીની પૂછપરછ શરૂ કરી અન્ય બે આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.