અમદાવાદ દેશનું સૌથી બિઝી એરપોર્ટ બન્યું : અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરો ૨૦૨૩ માં નોંધાયા

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ ૨૦૨૩માં કુલ અધધ ૧૧.૬૫ કરોડ મુસાફરો નોંધાયા છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક ૩૨ હજાર મુસાફરોએ અવજવર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર ૨૦૧૪માં કુલ ૪૮.૦૯ લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. આમ, ૧૦ વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં ૨૫ ગણો જેટલો વધારો થયો છે.

છેલ્લાં ૧૨ મહિનામાં કેટલા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી જાન્યુઆરીમાં ૧૦ લાખ ૬૦ હજાર ૮૭૭ મુસાફરો,ફેબ્રુઆરીમાં ૯ લાખ ૭૫ હજાર ૬૮૦ મુસાફરો,માર્ચ મહિનામાં ૧૦ લાખ ૯ હજાર ૬૮૦ મુસાફરો,એપ્રિલ મહિનામાં ૯ લાખ ૪૩ હજાર ૫૬ મુસાફરો,મે મહિનામાં ૧૦ લાખ ૧ હજાર ૩૦૭ મુસાફરો,જૂન મહિનામાં ૯ લાખ ૪૮ હજાર ૩૮૩ મુસાફરો,જુલાઈ મહિનામાં ૯ લાખ ૩૪ હજાર ૨૨૩ મુસાફરો,ઓગસ્ટ મહિનામાં ૯ લાખ ૩૨ હજાર ૨૨૩ મુસાફરો,સપ્ટેમ્બર મહિનામાં ૯ લાખ ૪૩ હજાર ૩૪૪ મુસાફરો,ઓક્ટોબર મહિનામાં ૮ લાખ ૮૭ હજાર ૧૧૩ મુસાફરો,નવેમ્બર મહિનામાં ૧૦ લાખ ૪ હજાર ૫૮૬ મુસાફરો,ડિસેમ્બર મહિનામાં ૯ લાખ ૯૧ હજાર ૪૯૮ મુસાફરોએ મુસાફરી કરી છે

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ ૨૦૨૩માં કુલ ૧૧.૬૫ કરોડ મુસાફરો નોંધાયા છે. જે બતાવે છે કે એક જ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ કેટલુ ધમધમતુ એરપોર્ટ બન્યું છે. અમદાવાદ એરપોર્ટ પર દૈનિક ૩૨ હજાર મુસાફરોએ અવજવર કરી છે. ૧૦ વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં ૨૫ ગણો જેટલો વધારો થયો છે.

આમ, દરેક ઈન્ટરનેશનલ લાઈટમાં સરેરાશ ૧૬૭ અને ડોમેસ્ટિક લાીટમાં સરેરાશ ૧૨૬ મુસાફરો નોંધાયા છે. વર્ષ ૨૦૨૩ માં કુલ ૧૮.૭૩ લાખ ઈન્ટરનેશનલ અને ૯૭.૮૫ લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવરજવર આ એરપોર્ટ પર રહી. જે વર્ષ ૨૦૧૪ માં માત્ર ૧૧.૭૩ લાખ ઈન્ટરનેશનલ અને ૩૬.૪૮ લાખ ડોમેસ્ટિક મુસાફરો હતો. આમ, આ આંકડો બતાવે છે કે, ઈન્ટરનેશનલ મુસાફરોમાં અંદાજે ૬૦ ટકા, જ્યારે કે ડોમેસ્ટિક મુસાફરોમાં ૧૭૦ ટકાનો વધારો નોંધાયો છે.