અમદાવાદ ડબગર સમાજ દ્વારા અયોઘ્યા મંદિર માટે તૈયાર કરેલ 500 કિલો નગારા સાથે ગોધરામાં પ્રવેશ કરતાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરાયું

  • ગોધરા નગરમાં અયોઘ્યા માટે તૈયાર થયેલ નગારાના દર્શન માટે લોકો ઉમટયા.

ગોધરા, અયોઘ્યા રામ મંદિરના પ્રાંંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવનાર નગારાને અમદાવાદ ડબગર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને અયોઘ્યા જવા માટે પ્રસ્થાન થયેલ છે. તે નગારા સાથે ગોધરા ખાતે આવતાં ગોધરા અમદાવાદ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે મંદિરના મહંતો તેમજ ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

અયોઘ્યામાં રામ મંદિર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રામ મંદિરને લઈ દેશભરમાં માહોલ રામમય બન્યો છે. ત્યારે અમદાવાદના ડબગર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ નગારાને અયોઘ્યા રામ મંદિર પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. અમદાવાદમાં ડબગર સમાજ દ્વારા તૈયાર થયેલ નગારાને અયોઘ્યા ખાતે જવા પ્રસ્થાન કર્યું છે. તે આજરોજ ગોધરા ખાતે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા. બીએપીએસ મંદિર ખાતે સ્વામીનારાયણ મંદિરના મહંતો, શહેરા ધારાસભ્ય વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા નગારાનુંં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે અયોઘ્યા મંદિર ખાતે જવા નિકળેલ નગારાને સ્વાગત માટે ડબગર સમાજ અને અન્ય લોકો મોટી સંંખ્યામાં જોડાયા હતા. ગોધરામાં માહોલ ભકિતમય બન્યો હતો. અયોઘ્યા રામ મંદિર માટે અમદાવાદ ડબગર સમાજ દ્વારા 500 કિલો વજનનું વિશાળકાય નગારાને દેખી નગરજનો અવિજીત થયા હતા. ગોધરા માંંથી પ્રસાર થયેલ નગારાની પ્રસ્થાન યાત્રને લઇ ગોધરામાંં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.