અમદાવાદ-બાલાસિનોર રૂટ ઉપર હોટલો પર રોકાતી એસ.ટી.બસોના મુસાફરો પાસેથી કરાતી હોટલ માલિકો દ્વારા ઉઘાડી લુંટ : એસ.ટી.વિભાગ તપાસ કરે તે જરૂરી

વિરપુર, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, અને ખાનપુર તાલુકા સહિતના લોકો અમદાવાદથી બાલાસિનોર રસ્તાની રોજીંદા ગુજરાત એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા હોય છે જેમાં મુખ્યત્વે મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતી ભોળી અને અભણ પ્રજા સંતરામપુર, દાહોદ, મહિસાગર, ઝાલોદ, ખાનપુરના મુસાફરો વધુ પ્રમાણમાં હોય રસ્તામાં એસ.ટી.નિગમ દ્વારા કેટલીક હોટલોને પરવાનો આપ્યો છે. જે પરવાનાનો દુરૂપયોગ કરી મુસાફરી પાસે ડબલ પૈસા વસુલ કરતા હોય છે. આવો જ એક કિસ્સો વિરપુરના કારંટા બસના મુસાફર સાથે બનતા સમગ્ર ધટના પ્રકાશમાં આવી છે.

મુસાફરીમાં એસ.ટી.નિગમ દ્વારા કેટલીક હોટલોના ટેન્ડર પાસ થયેલ ફિકસ હોટલો પર 20 મિનીટ જેટલો હોલ્ડ આપવામાં આવેલ હોય છે. આવો જ એક હોલ્ડ અમદાવાદથી બાલાસિનોર આવતા કઠલાલ તાલુકામાં આપવામાં આવેલ છે. જયાં મુસાફરોને સરેઆમ ધોળે દિવસે લુંટવામાં આવે છે. જયાં ખાણી-પીણીની દરેક વસ્તુ પર પ્રિન્ટ કરતા ડબલ પૈસા લેવામાં આવી રહ્યા છે. જયારે એક પાંચ રૂપિયા પ્રિન્ટ ધરાવતુ બિસ્કિટનુ પેકેટના 10 રૂ.માંગતા વિરપુરના એક જાગૃત મુસાફર દ્વારા પ્રિન્ટ કરતા વધુ નાણાં આપવાની ના કરતા કાઉન્ટર પર બેઠેલ સંચાલક દ્વારા બિભત્સ વર્તન કરી ગાળાગાળી કરી અભદ્ર વર્તન કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.જેથી આ અંગે કઈંક ધટતુ કરવા માટેની માંગ ઉઠવા પામી છે.