અમદાવાદ અને કચ્છમાં એક સાથ આઇટીનું મેગા ઓપરેશન, ૧૮ જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી

અમદાવાદ,

અમદાવાદ અને કચ્છમાં આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે. કથી વધુ સ્થળે સવારથી દરોડા કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદ અને કચ્છમાં એક સાથે આઇટીનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. એક્સાથે ૧૮ જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી છે. ૧૦૦થી વધુ આઇટી અધિકારીઓ મેગા ઓપરેશનમાં જોડાયા છે. વાસ્તવમાં આ વેપારીઓ કરચોરી અને રાજકીય ભંડોળના કારણે આવકવેરાના રડાર પર હતા. જે પછી આવકવેરા વિભાગે અહીં રેડ કરી છે.

માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે આઇટી વિભાગ સતર્ક થઇ રહ્યુ છે.આઇટી વિભાગે ગુજરાતમાં અમદાવાદ અને કચ્છમાં તવાઇ બોલાવી છે. આયકર વિભાગે એક સાથે ૧૮ જગ્યા ઉપર તપાસ શરુ કરી છે. આ કામગીરીમાં ૧૦૦થી વધુ આઇટી વિભાગની અધિકારીઓ જોડાયા છે. સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીના ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી છે. થોડા દિવસ સુધી આ કાર્યવાહી યથાવત રહેશે. જે પછી જ કેટલા બેનામી વ્યવહારો છે અને સાથે જ કેટલા ગેરકાયદે દસ્તાવેજો છે તે બહાર આવશે. કંપની દ્વારા કયા પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ બધી જ બાબતોની જાણકારી એક બે દિવસની અંદર મળી રહેશે. જો કે આઇટી વિભાગ તમામ સ્થળે તપાસ કરી રહ્યુ છે.

આ પહેલા ઇક્ધમટેક્સ વિભાગે સુરતમાં નામાંક્તિ હીરા વેપારી જૂથ ઉપર તવાઇ બોલાવી હતી. સુરતના હીરા વેપારી જૂથ ધાનેરા ગ્રુપ ઉપર ઇક્ધમ ટેક્સ વિભાગે રેડ પાડી હતી. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યા આઇટીની ટીમ તપાસ કરી હતી. ડાયમંડ ગ્રુપ સાથે જોડાયેલા જમીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇક્ધમટેક્સની ટીમે તપાસ હાથ ધરી હતી.

સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. ઇક્ધમ ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે. ધાનેરા ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસમાં પણ રેડ પાડવામાં આવી છે. સુરત અને મુંબઇ સહિત ૩૫ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી છે.