અમદાવાદ એરપોર્ટ પરથી ૪ આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાત એટીએસએ તપાસ હાથ ધરી

અમદાવાદ, ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત એટીએસએ ચારેય આતંકવાદીઓને ઝડપ્યા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે હાલમાં ગુજરાત એટીએસએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.

અમદાવાદમાં આઇપીએલની મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓને શ્રીલંકાથી મોકલાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદથી ટાર્ગેટેડ લોકેશન પર પહોંચતા પહેલા જ ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી લીધી. એ પણ સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ પાકિસ્તાનના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા. આ આતંકવાદીઓ સુધી હથિયાર પણ અલગથી પહોંચાડવાના હતા. એટીએસએ એનક્રિપ્ટેડ ચેટ્સ આ આતંકવાદીઓના ફોનથી મેળવી છે. ગુજરાતમાંં આઇએસઆઇએસના ચાર આતંકવાદીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ મૌલવી સોહેલ અબુબકર મામલે પહેલાથી જ તપાસમાં લાગેલી છે. જોકે, ત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ તપાસમાં મળી આવી ન હતી, પરંતુ આ આતંકવાદીઓના અમદાવાદ સુધી પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

આ અગાઉ પણ ગુજરાત એટીએસએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો આઇએસ ખુરાસાન સાથે સંકળાયેલા હતા. તે સમયે ગુજરાત છ્જીને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં હતા. તેથી માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.