આહારના લાભાર્થીઓ 10 દિવસના ધાર્મિક પ્રવાસે

દે.બારીઆ,

પૈસાના અભાવે કે શારીરિક અશકિત કે ઘડપણને કારણે કોઈ દિવસ બહારગામ નહિ જઈ શકતા એવા ઝૂંપડપટ્ટીમાં રહેતા 55 આહારના લાભાર્થીઓને આજે તારીખ 14223 ના રોજ આહાર સંસ્થા દ્વારા ફસ્ટ એડ કીટ તથા રસોઈયા સાથે લક્ઝરી બસ થકી ઉજ્જૈન, ખજુરાહો, ચિત્રકૂટ, છપૈયા, બનારસ, અયોધ્યા, પ્રયાગર્રાજ, ઓમકારેશ્ર્વર વગેરે ધાર્મિક સ્થળોના 10 દિવસના પ્રવાસે લઈ જવાયા. ઉંમરલાયક લોકોને અગવડ ન પડે તે માટે સંસ્થાએ ધર્મશાળાને બદલે તમામ પ્રવાસીઓ માટે હોટલ બુક કરાવી છે.