અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્નેહ મિલન ભુઆધરા ખાતે યોજવામાં આવી

  • સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ જોઈ સમાજના સહુ લોકો આનંદિત થઈ ઉઠયા.

ઝાલોદ અગ્રવાલ સમાજ પ્રતિ વર્ષ શ્રાવણ માસ નિમિતે સામાજીક સંગઠનને વધુ મજબૂત બનાવવા નગરની નજીક આસપાસ સુંદર સ્થળે સ્નેહ મિલન ગોઠવે છે. આ વર્ષે અગ્રવાલ સમાજ દ્વારા ભુઆદરા ખાતે સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. જે ઝાલોદ થી 40 કિલો મીટરના અંતરે રાજસ્થાનમાં આવેલ છે. ત્યાં ભોળાનાથ ભગવાનનું સુંદર મંદિર આવેલ છે, તેમજ સોળે કળાએ ખીલેલી પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે છે. સમાજના 200 થી વધુ લોકોએ આવી સમાજની એકતાની વધુ મજબૂત બનાવી હતી. તેમજ સમાજ દ્વારા યોજવામાં આવેલ સ્નેહમિલન ગોઠમા આવી દરેક લોકો આનંદિત થઈ ગયેલ હતા.

સમાજની સામાન્ય સભા પ્રમુખ મૂકેશ.બી.અગ્રવાલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સામાન્ય સભામાં આવનાર અગ્રસેન જયંતિને ખૂબ સુંદર રીતે ઉજવવા માટે મંતવ્ય લેવામાં આવ્યા હતા, તેમજ સમાજનુ સંગઠન વધુ મજબૂત કેવી રીતે બનાવવું તે વિશે સહુના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આજની સામાન્ય સભામાં અગ્રવાલ મહિલા મંડળ, યુવામંચ તેમજ અગ્રવાલ સેવાસંઘના સહુ લોકોએ ઉપસ્થિત રહી સમાજ દ્વારા યોજવામાં આવેલ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવેલ હતું. છેલ્લે સમાજના પ્રમુખ મૂકેશ.બી.અગ્રવાલ દ્વારા સમાજ દ્વારા યોજવામાં આવેલ આયોજનને સમાજના સહુ લોકોએ સહકાર આપી સુંદર અને સફળ બનાવ્યો તે માટે સહુનો આભાર માન્યો હતો.