
- કેન્દ્રની મોદી સરકાર લાવી છે અગ્નિપથ યોજના
- આ યોજનાના વિરોધમાં આજે ભારત બંધ
- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ યોજનાને લઈને કરી મોટી જાહેરાત
અગ્નિપથ સ્કીમના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે.
તેમણે કહ્યું છે કે, ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાનો મોકો મળશે. આપને જણાવી દઈએ કે, 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ હતી. ત્યારથી લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે, આ સ્કીમમાં પેન્શન ખતમ કરી દેવામાં આવ્યું છે. તો વળી સર્વિસને ફક્ત ચાર વર્ષ માટે મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. જે યોગ્ય નથી. સેવામાં જવા ઈચ્છુક ઉમેદવારના મનમાં અનેક સવાલો છે.
આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત
અગ્નિપથ સ્કીમના એલાન બાદ જેવી રીતે હિંસા ભડકી રહી છે. તેનાથી દુ:ખી છું અને નિરાશ છું. ગત વર્ષે જ્યારે આ સ્કીમ પર વિચાર થઈ રહ્યો હતો, ત્યારે અગ્નિવીરને જે અનુશાસન અને કૌશલ મળશે, તેને ઉલ્લેખનિય રીતે રોજગાર યોગ્ય બનાવામાં આવશે. આગળ લખવામાં આવ્યું છે કે ,મહિન્દ્રા ગ્રુપ આવી રીતે ટ્રેનિંગ લીધેલા, સક્ષમ યુવાનોને અમારે ત્યાં ભરતીમાં મોકો આપવામાં આવશે.
આનંદ મહિન્દ્રાને પૂછવામાં આવ્યું હતું કે, આપને ત્યાં ભરતીમાં શું પોસ્ટ આપવામાં આવશે ? તેના પર તેમણે કહ્યું કે, લીડરશિપ ક્વાલિટી, ટીમ વર્ક અને શારીરિક ટ્રેનિંગના કારણે અગ્નિવીર તરીકે ઈંડસ્ટ્રીને બજાર માટે તૈયાર માણસો મળશે. આ લોકો એડમિનિસ્ટ્રેશન, સપ્લાઈ ચેન મેનેજમેન્ટ ક્યાંય પણ કામ કરી શકશે.
યોજનાના વિરોધમાં આજે ભારત બંધ
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં છંછેડાયેલા પ્રદર્શનની વચ્ચે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધને જોતા રેલ્વે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે. આરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને તમામ RPF યુનિટ્સને ઉપદ્રવીઓ અને તોફાન મચાવનારાઓ વિરુદ્ધ કડકાઈથી વર્તવાનો આદેશ આપ્યા છે. આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, રમખામ કરતા યુવાનો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામા આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોમાં ભારે નારાજગી છે. યુવાનો સતત સરકાર પાસેથી આ યોજના પાછી લેવાની માગ કરી રહ્યા છે. જો કે, સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફ્રંસ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અગ્નિપથ સ્કીમ પાછી લેવામાં આવશે નહીં.
આ યોજનાની વાપસીની માગ સાથે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેને જોતા પોલીસ ફોર્સ, RPF અને GRPને હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન, વીડિયો રેકોર્ડ કરનારા ડિવાઈસ તથા સીસીટીવી કેમેરા દ્વારા ઉપદ્વવીઓ વિરુદ્ધ ડિજિટલ પુરાવા એકઠા કરવાના પણ આદેશ આપ્યા છે. આ વીડિયો ફુટેજ દ્વારા સંદિગ્ધોને પકડવાની કોશિશ કરવામા આવશે. પોલીસ અધિકારીઓને પ્રોટેક્ટિવ ગિયર પહેરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત બિહારમાં આજે લગભગ 20 જેટલા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.