અગ્નિવીરના અંતિમ સંસ્કાર સન્માન સાથે ન કરવા પર ઉઠ્યા સવાલ

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરમાં ગોળીથી અગ્નિવીરના મોતના મામલામાં સેનાના અધિકારીઓએ શનિવારે કહ્યું કે સેનાએ તપાસ શરૂ કરી છે કે ગોળી કેવી રીતે ફાયર કરવામાં આવી અને કેવી રીતે વાગી. વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.જેમાં અગ્નિવીર અમૃતપાલ સિંહનું ૧૧ ઓક્ટોબરે પૂંછ સેક્ટરમાં સંત્રી ડ્યૂટી દરમિયાન ગોળી વાગવાથી મોત થયું હતું. મૃત્યુ અંગે વધુ માહિતી મેળવવા કોર્ટ ઓફ ઈક્ધવાયરી ચાલી રહી છે.

પંજાબમાં મૃત્યુ અને ગાર્ડ ઓફ ઓનર પર પ્રશ્ર્નો ઉઠાવ્યા પછી, વ્હાઇટ નાઈટ કોર્પ્સે સ્પષ્ટતા કરી કે અગ્નિવીરનું ૧૧ ઓક્ટોબરના રોજ મૃત્યુ થયું હતું. અગ્નિવીરના યુનિટ દ્વારા એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને અન્ય ચાર રેન્ક સાથે, આર્મીના જવાનો સાથે, જેમણે અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી હતી, સાથે મૃતદેહને સિવિલ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ સ્વ-લાપેલી ઈજા હોવાથી, ગાર્ડ ઓફ ઓનર અથવા લશ્કરી અંતિમ સંસ્કાર નિયમો અનુસાર કરવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું કે ભારતીય સેના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું, અમૃતપાલ દેશના શહીદ છે. પંજાબ સરકાર દ્વારા પરિવારને ૧ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.