અગાઉની ચૂંટણીઓમાં પીએમ માટે વોટ માંગ્યા…, ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી માફી માંગી

  • મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પીએમ મોદી માત્ર મારી અને ઠાકરેની ટીકા કરે છે,શરદ પવાર

મુંબઇ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪: મહારાષ્ટ્રમાં લોક્સભા ચૂંટણી પાંચ તબક્કામાં યોજાશે. પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ ગઈ છે. ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ ૧૧ બેઠકો માટે થશે. રાજ્યમાં એનડીએ અને મહા વિકાસ અઘાડી વચ્ચે સીધો મુકાબલો છે. આવી સ્થિતિમાં બંને ગઠબંધન પાર્ટીઓના નેતાઓ એકબીજા પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. દરમિયાન, એક ચૂંટણી રેલીમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો છે. અગાઉની ચૂંટણીઓમાં વડાપ્રધાન માટે વોટ માંગવા બદલ તે લોકોની માફી માંગે છે.

ઉદ્ધવ ઠાકરે અને તેમના મહા વિકાસ આઘાડી સાથી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે પશ્ર્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ઇચલકરંજીમાં હાથકણંગલે મતવિસ્તારના શિવસેના (યુબીટી) ઉમેદવાર સત્યજીત પાટીલના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન ઉદ્ધવે વર્ષ ૨૦૨૨માં મહારાષ્ટ્રમાં સરકાર પડી જવાના સંજોગોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અસલી શિવસેના કોની છે તેના પર પોતાનો નિર્ણય નથી આપ્યો, પરંતુ ચૂંટણી પંચ અને મયસ્થી (આરબીટ્રેટર) મહારાષ્ટ્ર એસેમ્બલી સ્પીકર રાહુલ નાર્વેકરે) પોતાનો નિર્ણય આપ્યો છે. જણાવ્યું હતું કે, જેઓ ભાજપના સેવક તરીકે કામ કરતા હતા.

ઉદ્ધવે કહ્યું કે જ્યારે કોઈ પક્ષ ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર ન હતો ત્યારે શિવસેનાએ તેની સાથે ગઠબંધન કર્યું હતું. જૂન ૨૦૨૨ માં તેમની સરકારના પતનનો ઉલ્લેખ કરતા, ઠાકરેએ કહ્યું કે, જો કે, ભાજપે એક વ્યક્તિની સરકારને તોડી પાડી જેના પરિવારે તેમને બધું આપ્યું હતું. શિવસેના (યુબીટી)ના વડા ઠાકરેએ કહ્યું, ભૂતકાળમાં મોદી માટે વોટ માંગવા બદલ હું માફી માંગુ છું, કારણ કે તેમની સરકારે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો છે. તે જ સમયે, શરદ પવારે કહ્યું કે પીએમ મોદી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાજ્ય માટે તેમની યોજનાઓ વિશે બોલવાને બદલે માત્ર પવાર અને ઠાકરેની ટીકા કરે છે. પવારે પીએમ મોદી પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રાજ્યોની મુલાકાત લેતા હતા ત્યારે તેઓ દેશની વાત કરતા હતા, જ્યારે ઈન્દિરા ગાંધી ગરીબી નાબૂદીની વાત કરતા હતા, પરંતુ આ પીએમ જ્યાં સુધી ઠાકરે અને મારી ટીકા ન કરે ત્યાં સુધી તેમને આરામ નથી થતો.