આગામી ત્રણ મહિનામાં ૭,૫૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે,ગુજરાત સરકાર

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ અને ટાટને લઈ મહત્વની અને ઉમેદવારોને ઉપયાગી થાય તેવી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અયક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માયમિક અને ઉચ્ચતર માયમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં ૭,૫૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે ક્સોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે ટેટ-૧ અને ટેટ-૨ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માયમિક એટલે કે ઘોરણ ૯ અને ઘોરણ ૧૦ની સરકારી શાળામાં કુલ ૫૦૦ અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં ૩,૦૦૦ એમ કુલ ૩૫૦૦ ટેટ-૧ પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માયમિક એટલે કે ઘોરણ ૧૧ અને ઘોરણ ૧૨ માં સરકારી શાળામાં ૭૫૦ અને ગ્રાન્ટ -ઇન  એડ શાળામાં ૩૨૫૦ એમ મળીને ટેટ-૨ ના કુલ ૪૦૦૦ જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં ૧૫૦૦ જેટલા એચમેટ પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૮,૩૮૨ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.