આફ્રિકન દેશ સુડાનમાં ભૂખમરાને લીધે ૧.૮ કરોડ લોકો સામે પેટ ભરવાનું સંકટ

સંયુકતરાષ્ટ્ર, આફ્રિકન દેશ સુડાનમાં છેલ્લા ૧૧ મહિનાથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. હિંસાનો આ સમયગાળો એટલો ખતરનાક બની ગયો છે કે લોકો સમક્ષ ભૂખમરાનું સંકટ ઘેરું બની ગયું છે. અહીં લોકો ભૂખમરાનો માર સહન કરી રહ્યા છે.આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સહાય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આ એજન્સીઓએ ચેતવણી આપી છે કે સુડાનમાં છેલ્લા ૧૧ મહિનાથી ચાલી રહેલી લોહિયાળ લડાઈને કારણે ભૂખમરાનું સંકટ ઘેરી બની રહ્યું છે. યુએનના જણાવ્યા અનુસાર, આ વર્ષે મે સુધીમાં કેટલાક વિસ્તારોમાં ખાદ્ય અસુરક્ષાની સ્થિતિ કટોકટીના સ્તરે પહોંચી શકે છે.

જનરલ અબ્દેલ ફત્તાહ અલ બુરહાનની આગેવાની હેઠળની સેના અને મોહમ્મદ હમદાન દગાલો દ્વારા સમથત અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગયા વર્ષે એપ્રિલથી ચાલી રહેલી લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. હિંસક સંઘર્ષની એક વર્ષની વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના સંકલન કાર્યાલયના ઓપરેશન્સ ડિરેક્ટર એડેમ વોસોર્નુએ જણાવ્યું હતું. સુડાન સૌથી ખરાબ માનવતાવાદી આપત્તિઓમાંથી એકમાંથી પસાર થઈ રહ્યું છે. સુદાનની સશ દળો અને અર્ધલશ્કરી રેપિડ એક્શન ફોર્સ વચ્ચે ગયા વર્ષે એપ્રિલમાં શરૂ થયેલ યુદ્ધ, ૧૮ મિલિયન લોકો અથવા સુડાનની વસ્તીના એક તૃતીયાંશથી વધુ લોકો અચાનક ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. આમાંના મોટાભાગના ડાર્ફુર, કોર્ડોફાન પ્રદેશ અને ખાર્તુમ અને અલ જઝીરા પ્રાંતમાં છે.

ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ માટનાએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં ૩.૩ મિલિયન ટન અનાજની આયાતની જરૂરિયાત હોવાનો અંદાજ છે અને આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુડાનની નાણાકીય અને ઓપરેશનલ ક્ષમતા અંગે ચિંતા વધી રહી છે. સુદાન આંતરરાષ્ટ્રીય બેદરકારી અને નિષ્ક્રિયતાના આવરણ હેઠળ માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે. સુડાનની વસ્તીની હતાશાને વર્ણવતા તેમણે કહ્યું કે સરળ શબ્દોમાં કહીએ તો અમે સુડાનના લોકોને તોડી રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, સંઘર્ષને કારણે ૮૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સાત મિલિયન સુડાનના બાળકો ગંભીર કુપોષણનો શિકાર બન્યા છે.