વરસાદથી પ્રભાવિત મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને ૮ રનથી હરાવ્યું છે. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ડકવર્થ લુઈસ નિયમના કારણે બાંગ્લાદેશને જીતવા માટે ૧૧૪ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ લિટન દાસની શાનદાર ઈનિંગ્સ છતાં બાંગ્લાદેશની હાર થઈ છે.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે મેચમાં સારી બેટિંગ કરી હતી. તે એક છેડે રહ્યો અને વિકેટ પડવા ન દીધી. બાકીના બેટ્સમેનો સારો દેખાવ કરી શક્યા ન હતા. માત્ર સૌમ્ય સરકાર, લિટન દાસ અને તૌહીદ હૃદયોય ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. લિટસ દાસે ૪૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તે બાંગ્લાદેશને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે ચાર ઓવરમાં ૨૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આ સિવાય નવીન ઉલ હકે બે વિકેટ પોતાના નામે કરી હતી. ગુલબદ્દીન નાયબ અને ફઝલહક ફારૂકીએ એક-એક વિકેટ લીધી હતી.
રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમે અફઘાન ટીમ માટે ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. ગુરબાઝે ૫૫ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. જ્યારે ઝદરને ૨૯ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બેટ્સમેનો ખાસ સફળતા ન બતાવી શક્યા. અઝમતુલ્લા ઉમરઝાઈએ ??૧૦ રન બનાવ્યા હતા. કેપ્ટન રાશિદ ખાને ચોક્કસપણે ઘણા મોટા સ્ટ્રોક રમ્યા હતા અને તેના કારણે જ અફઘાન ટીમ ૧૦૦ રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. તેણે ૧૦ બોલમાં ૧૯ રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાને ૨૦ ઓવરમાં ૧૧૫ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.