મુંબઇ, ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કરોડો ફેન્સને જોરદાર આંચકો લાગ્યો છે. વર્લ્ડકપ પહેલા જ એક મોટા ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આયર્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ વચ્ચે અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
તેના ચાહકો આ વાત પર વિશ્ર્વાસ કરી શક્તા નથી. તે એક શાનદાર ખેલાડી છે અને ટી ૨૦ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન માટે વધુ સારું યોગદાન આપી શક્યો હોત. સ્ટારની નિવૃત્તિ બાદ અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ૩ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી નૂર અલી ઝદરાને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડેની શરૂઆત પહેલા ખેલાડીએ નિવૃત્તિ લીધી હતી. જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓએ નૂર અલીનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કર્યું હતું. તે ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે પણ સારો વિકલ્પ બની શક્યો હોત, પરંતુ ખેલાડીએ નિવૃત્તિ લઈ લીધી છે.
તમને જણાવી દઈએ કે નૂર અલી ઝદરાનનું ક્રિકેટ કરિયર પણ ઘણું શાનદાર રહ્યું છે. તે જમણા હાથનો બેટ્સમેન છે. તેણે અફઘાનિસ્તાન માટે ૫૧ વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે ૭ ફિટી અને એક સદીની મદદથી ૧૨૧૬ રન બનાવ્યા હતા. આ સિવાય આ ખેલાડીએ ૨૨ ્૨૦ મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે ૪ ફિટીની મદદથી ૫૮૬ રન બનાવ્યા છે. આ ખેલાડીએ માત્ર ૨ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ૧૧૭ રન બનાવ્યા હતા. આ શાનદાર કારકિર્દી સાથે આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે.