અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત લીધી

અમદાવાદ,ગુજરાત યુનિવર્સિટીમાં ૧૬ માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલ મારામારીની ઘટના બની હતી. ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મુદ્દે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ બાદ યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું છે. અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટી ની મુલાકાતે છે. અફઘાન ડેલિગેશન ગુજરાત યુનિવસટીની હોસ્ટેલની મુલાકાત લીધી છે.

અફઘાન ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તે હોસ્ટેલનું નિરીક્ષણ કર્યું. અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે કુલપતિ અને વિદેશી વિદ્યાર્થી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી વિશે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ત્રણ વર્ષ અગાઉ પણ નોનવેજ ખાવા બાબતે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી, અંગે ફરિયાદ કરવામાં આવશે.

કુલપતિ નિરજા ગુપ્તાએ અફઘાનિસ્તાનના ડેલીગેશનને બેઠક માટે બોલાવ્યા હતા. મહત્વનું છે કે ગુજરાત યુનિવસટીમાં ૨૫૦ જેટવા વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અફગાન પ્રતિનિધિ મંડળે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે અમારા વિદ્યાર્થીઓ અહીં ૫ વર્ષથી ભણે છે.ચિંતાનો કોઈ વિષય નથી.