ફૈઝાબાદ,
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં બુધવાર-ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૧ માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ નુક્સાનના સમાચાર નથી. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૨૬૭ કિમી ઉત્તરપૂર્વમાં બપોરે ૨.૩૫ કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૨૪૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.
અગાઉ મંગળવાર-બુધવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. તે જ સમયે, ૨૬ ફેબ્રુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૨૭૩ કિમી ઉત્તરપૂર્વમાં બપોરે ૨.૧૪ કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૮૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.૨૬ ફેબ્રુઆરી પહેલા પણ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૬.૮ હતી. ભૂકંપ સવારે ૬.૦૭ કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર ફૈઝાબાદથી ૨૬૫ કિલોમીટર દૂર હતું.