કાબુલ, ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી ત્યા આજે સવારે ફરી એક વખત ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.
ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે ૪ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા જ્યારે ૯ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ભૂકંપ ૬.૩ની તીવ્રતાનો હતો જે બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક સાબિત થયો હતો.