કાબુલ,અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે મંગળવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૧૧૬ કિમી દક્ષિણપૂર્વમાં ભૂકંપ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મંગળવારે સવારે ૩.૩૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે ૧૨૦ કિમીની ઊંડાઈએ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે જાનમાલના નુક્સાનના કોઈ સમાચાર નથી. એજન્સીએ જણાવ્યું કે આ પહેલા ૩ મેના રોજ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ હતી. ૩ મેના રોજ બપોરે ૩.૩૦ કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ ૧૬૯ કિમી હતી. એનસીએસએ ટ્વીટ કર્યું કે ભૂકંપની તીવ્રતા ૫.૨ હતી અને તે બપોરે ૩.૨૧ વાગ્યે આવ્યો હતો.