અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા, જાણો કેટલા રિકટર સ્કેલ નોંધાયા

અફઘાનિસ્તાનમાં સવારે ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ધરતીકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર ૪.૮ નોંધાઈ હતી. ભૂકંપથી હાલ પૂરતું તો કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા. અફઘાનિસ્તાન ભૂકંપ માટે સંવેદનશીલ ક્ષેત્ર છે. અફઘાનિસ્તાન સિવાય તાઈવાનમાં પણ શુક્રવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તાઈવાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર ૬.૩ માપવામાં આવી હતી. તાઈવાનના પૂર્વ શહેર હુલીએનથી ૩૪ કિલોમીટર દૂર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી નુક્સાન થયાનો કોઈ રિપોર્ટ નથી.

વર્ષ-૨૦૨૩માં અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશકારી ભૂકંપે ભારે વિનાશ સર્જયો હતો. દેશના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા ધરતીકંપને લીધે ચાર હજાર કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. જ્યારે નવ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ૧૩ હજારથી વધુ ઘર નાશ પામ્યા હતા. ગત વર્ષે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૬.૩ નોંધાઈ હતી.

પૃથ્વી ટેકટોનિક પ્લેટો પર આવેલી છે. આની નીચે તરલ પદાર્થ લાવા છે. આ પ્લેટ્સ સતત તરતી રહેતી હોય છે અને ઘણીવાર પરસ્પર અથડાતી હોય છે. વારંવાર અથડાતા ઘણીવાર પ્લેટસના ખૂણા વળી જતા હોય છે અને વધુ દબાણ પડવાથા આ પ્લેટસ તૂટી જતી હોય છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળેલી ઊર્જા બહાર ઘકેલાવા રસ્તો શોધતી હોય છે અને આ ડિસ્ટર્બન્સ પછી ધરતીકંપ આવે છે.