
અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. રાશિદ ખાનની આગેવાની વાળી આ ટીમે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાની ટીમને હાર આપી છે. ગત્ત વર્ષે વનડે વર્લ્ડકપ ૨૦૨૩માં ટીમ જીત સુધી પહોંચી હતી પરંતુ મેક્સવેલે આ જીત છીનવી લીધી હતી. આ વખતે અફઘાનિસ્તાનની ટીમે કોઈ ભૂલ કરી ન હતી.
ટોસ હારી પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૪૮ રન બનાવ્યા હતા. રહમનુલ્લાહ ગુરબાઝે ૬૦ રન અને ઈબ્રાહિમે ૫૧ રનની ઈનિગ્સ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૨૭ રનમાં આઉટ થઈ હતી.
પહેલી વખત હતુ કે, જ્યારે અફઘાનિસ્તાની ટીમ કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાને હારી આપી છે. ઓસ્ટ્રેલિયાની આ હારની સાથે તેનું સેમિફાઈનલમાં પહોંચવાની આશા રસપ્રદ બની છે. કારણ કે, હવે ઓસ્ટ્રેલિયાની ટીમે કોઈ પણ સંજોગોમાં ૨૪ જૂનના રોજ સુપર-૮મી છેલ્લી મેચમાં ભારતને હાર આપવી પડશે.
ગુલબદીન નઈબે પોતાના ક્રિકેટ કરિયરમાં બેસ્ટ બોલિંગ કરી ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપી ૪ વિકેટ લીધી હતી.નવીલ-ઉલ-હકે પણ આટલા જ રન આપ્યા હતા પરંતુ તેમણે ૩ વિકેટ લીધી હતી.